Home /News /gujarat /ભાજપની ચોથી યાદી જાહેર, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર મેદાને

ભાજપની ચોથી યાદી જાહેર, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર મેદાને

Alpesh Thakor (File Photo)

Gujarat Election 2022: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે (bjp 2022 candidate list gujarat). ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Gujarat Election 2022: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે (gujarat bjp candidate list 2022 pdf).

    આપને જણાવી દઈએ કે વી.ડી.ઝાલાને હિંમતનગરથી ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે. ભારતીય જનતા પાર્ટીએ કલોલ બેઠક પરથી બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભુરિયાને ટિકિટ મળી છે. જેતપુર (પાવી) બેઠક પરથી જયંતિભાઈ રાઠવાને ટિકિટ મળી છે. કેયુર રોકડિયાને સયાજીગંજ બેઠક પરથી ટિકિટ મળી છે.

    આ પણ વાંચો:  ગુજરાતની ચૂંટણીથી લઈને કોમન સિવિલ કોડ સુધી - ગુજરાત અધિવેશનમાં ગૃહમંત્રી અમિત શાહે કહેલી 10 ખાસ વાતો





    આપને જણાવી દઈએ ભારતીય જાણતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોને જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 6, ત્રીજી યાદીમાં 1 અને આજે ચોથી યાદીમાં 12 ઉમેદવાઓને જાહેર કર્યા છે.

    કેટલી બેઠકોના નામ બાકી ?


    હજુ પણ 4 બેઠકો પર ભાજપને પોતાના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. આ ચાર બેઠકો એટ્લે કે 1.માણસા 2.ખેરાલુ 3.ગરબાડા અને 4.માંજલપુરનો સમાવેશ થાય છે.

    38 દિગ્ગજોના પત્તા કપાયા


    ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થીયરી પર મક્કમ રહીને પાર્ટીના દિગ્ગજ કહી શકાય તેવા વિજય રૂપાણી, નીતિન પટેલ,રાજેન્દ્ર ત્રિવેદી,નીમા બહેન આચાર્ય સહિતના 38 દિગ્ગજોના પત્તા કપાયા છે. તો 68 ઉમેદવારો પર પાર્ટીએ ભરોસો મુકીને પાર્ટીએ ટિકિટ આપી છે. આ સાથે પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે.

    આ પણ વાંચો:  કોંગ્રેસના શાસનમાં કૌભાંડોની ગણતરી કરવી મુશ્કેલ હતી, અને હવે કૌભાંડો શોધવા મુશ્કેલ: અમિત શાહ

    ગુજરાતમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે: અમિત શાહ


    આપને જણાવી દઈએ કે ગુજરાત અધિવેશનમાં Network 18ના MD અને ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે સુપર એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ (Amit Shah Rahul Joshi Interview) માં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, 'અમે ચૂંટણીના તમામ રેકોર્ડ તોડીને જંગી બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે હંમેશા ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છીએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: BJP Candidate, BJP Guajrat, Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन