Home /News /gujarat /

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે, આવો છે કાર્યક્રમ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે, આવો છે કાર્યક્રમ

સી.આર. પાટીલ (ફાઇલ તસવીર)

પ્રદેશ મહામંત્રી કે સી પટેલ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી

  ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના સૌરાષ્ટ્રના પ્રવાસ પછી હવે ઉત્તર ગુજરાતના પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી કે સી પટેલ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ત્રણ દિવસમાં 7 જિલ્લાનો પ્રવાસ કરશે.

  પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ 2 સપ્ટેમ્બરની રાત્રે અંબાજી પહોંચશે. 3 તારીખે મા અંબાના દર્શન કરીને પ્રવાસ શરુ કરશે. સવારે 8.30 કલાકે
  મા અંબાની પૂજા પછી દાંતા અને ડીસા ખાતે સ્વાગત કાર્યક્રમ થશે. ડીસામાં બે બેઠકો થશે. આ પછી પાટણ જશે. પાટણમાં પણ બે બેઠકો અને રાત્રી રોકાણ થશે. પાટણમાં વીરમાયાના દર્શન અને રાણીની વાવની મુલાકાત પણ લેશે. આ પછી કુળદેવી કાલિકા માતાના દર્શન કરીને મહેસાણા જિલ્લાનો પ્રવાસ શરુ થશે.

  આ પણ વાંચો - ચીનનો સર્વે : 51% લોકોને મોદી પસંદ, 90% ભારત સામે સૈન્ય કાર્યવાહીથી સહમત

  મહેસાણા જિલ્લામાં સવારે 9 વાગે ઉમિયા માતાના દર્શન-પૂજા કરીને અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. મહેસાણા ખાતે બે બેઠકો થશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરાશે. આ પછી કલોલ ખાતે બે બેઠકો થશે. ત્યારબાદ ગાંધીનગરમાં રાત રોકાશે. બીજા દિવસે ગાંધીનગર, ચિલોડા, હિંમતનગર, અરવલ્લીનો પ્રવાસ કરશે.

  સૌરાષ્ટ્ર પ્રવાસમાં જે રીતે કોરોનાની ગાઇડ લાઇન ચૂકાઇ હતી અને ક્ષતિઓ સામે આવી હતી. તે આ પ્રવાસમાં સુધારવામાં આવશે. ગાઇડલાઇન ભંગ કરવાના મુદ્દે ઘણી ટિકા થઈ હતી. માત્ર કારમાં જ કાર્યકર્તાઓ આવે, બાઇક પર ના આવે એવો પ્રયાસ આ વખતે કરવામાં આવશે. સી આર પાટિલને મળવા આવનારા લોકો માટે માસ્કની વ્યવસ્થા સ્થળ પર જ કરાશે. સેનિટાઇઝર રાખવામાં આવશે. સ્વાગત પોઇન્ટ પર વન બાય
  વન બધાને જવા દેવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: CR Patil, ઉત્તર ગુજરાત, ગુજરાત, ભાજપ

  આગામી સમાચાર