Home /News /gujarat /

વિપક્ષનાં 10 MLA ભાજપના સંપર્કમાં હોવાની અટકળો; કોંગી ધારાસભ્યોનો ઇન્કાર

વિપક્ષનાં 10 MLA ભાજપના સંપર્કમાં હોવાની અટકળો; કોંગી ધારાસભ્યોનો ઇન્કાર

પ્રતિકાત્મક તસવીર

  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર, હરિન માત્રાવાડિયા, રાજકોટ : લોકસભાની ચૂંટણી બાદ અમેઠીથી જીતેલા સ્મૃતિ ઇરાની અને ગાંધીનગરથી વિજયી થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપશે. આ સ્થિતિમાં રાજ્યમાં ખાલી બે બેઠકો પર ફરી ચૂંટણી થશે. આ બેઠકો પર 60 ધારાસભ્યો મળીને એક સાંસદ ચૂંટી શકે એમ હોય ત્યારે બંને બેઠકો પર વિજયી થવા માટે ભાજપે ગેમ પ્લાન તૈયાર કર્યો હોવાનો ઉલ્લેખ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ કોંગ્રેસના 8-10 ધારાસભ્યોને તોડી શકે છે.

  ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ થતા ભાજપ બેમાંથી એક જ બેઠકો જીતી શકે તેમ છે. ગઈકાલે રાજ્યના ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ બંને બેઠકો જીતશે. ભાજપને લોકસભામાં જીતાડવામાં મદદ કરનાર તમામ ધારાસભ્યોને મદદ કરનાર ધારાસભ્યોને ભાજપમાં જોડવામાં આવશે. અમરેલીમાં નારણ કાછડિયાને મદદ કરનાર અમરીશ ડેર, વિક્રમ માડમ, અલ્પેશ ઠાકોર, શિવલાલ ભૂરિયા, ભરત ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ શકે છે.

  આ પણ વાંચો :   અમિત ચાવડાએ કહ્યું- હારની નૈતિક જવાબદારી સ્વીકારી, રાજીનામાનો પ્રશ્ન નથી

  સૌરાષ્ટ્રમાંથી ભાજપમાંથી કેટલાક ઘારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાં છે, ત્યારે આવી વાતને રદીયો આપવામાં આવ્યો છે. પક્ષ પલટો કરનાર નેતા ક્યારેય જાહેરમાં આ વાતનો સ્વીકાર નથી કરતા. ગીર સોમનાથ, અમરેલી, અને સુરેન્દ્રનગરમાંથી ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવવાનો તખ્તો ઘડાઈ ગયો છે. કોળી, ક્ષત્રિય, અને પટેલ સમાજના ધારાસભ્યો સાથે વાતચીત કરી રહ્યાં છે અને આ ધારાસભ્યોને પત્ર પલટો કરાવવાનો તખ્તો ઘડાઈ ગયો છે.

  ધારાસભ્યોનો ઇન્કાર
  જોકે, ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ કહ્યું કે મારે ભાજપના કોઈ પણ આગેવાન સાથે ચર્ચા થઈ નથી, હું ભાજપના કોઈ આગેવાનને મળ્યો નથી. મારે કોઈની સાથે કોઈ વાતચીત થઈ નથી.

  36 કટકા થાય તો પણ નહીં જોડાવ
  વિક્રમ માડમે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જીના યહાં મરના યહાં ઇસકે સીવા જાના કહાં... ગાંડા લોકો છે આ જે મારૂ નામ લઈ રહ્યાં છે. વિક્રમ માડમ વેચાણીયો માલ નથી જેને કોઈ ખરીદી  શકે. મારા 36 કટકા થશે તો પણ હું કમલ તરફ નહીં જાવ. આટલો મોટ પરિવાર છે, મન દુઃખ થાય પરંતુ હું પાર્ટી નથી છોડવાનો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Game plan, Rajyasabha, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन