લોકસભા ચૂંટણીને લઇને હવેથી ગુજરાતમાં પ્રચાર ચરમસીમાએ છે. તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપે યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચાર કાર્યક્રમ બનાવી લીધો છે. ખાસ કરીને ભાજપ અધ્યક્ષ અમિત શાહથી લઇને રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ ગુજરાતમાં જંગી જનસભાને સંબોધશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 14 એપ્રિલે ગુજરાતમાં રોડ શો કરશે. અમિત શાહ ગાંધીનગરથી કલોલ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો ત્યારબાદ 17 એપ્રિલે આણંદ અને સુરેન્દ્રનગરમાં પીએમ મોદી સભા ગજવશે. ત્યારબાદ 20 એપ્રિલે પીએમ મોદી ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. અહીં પીએમ મોદી પાટણમાં જંગી જનસભા યોજી શકે છે.