ભારતીય જનતા પાર્ટીના (BJP) ભરૂચના સાંસદ (MP) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ (Mansukh Vasava) પાર્ટીને પત્ર લખીને રાજીનામું આપવાની વાત કરી છે. પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખીને વસાવાએ પોતાની નારાજગી દર્શાવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે 'આખરે હું પણ એક માનવી છું. ભાજપે મને મારી ક્ષમતા કરતા ઘણું વધું આપ્યું છે. હું કેન્દ્રીય નેતાગીરીનો આભાર માનું છું'
મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લખ્યું કે 'સાદર પ્રણામ, જયભારત સાથે જણાવવાનું કે પક્ષે મારી ક્ષમતા કરતાં પણ મને ઘણું આપ્યું છે. એ માટે પક્ષનો પક્ષના કેન્દ્રીયન નેતાગણનો હું આભાર માનું છું. પક્ષમાં શક્ય હોય તેટલી વફાદારી દેખાડી છે. પક્ષના મુલ્યો સાથે જીવનના મુલ્યો ુપણ અમલમાં મૂકવાની કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ માણસ છું. ભાજપે મને મને ઘણું આપ્યું છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મેં પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. મનસુખભાઇ વસાવા. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકશાન પહોંચે એ કારણોસર હું પક્ષ માંથી રાજીનાનું આપું છું, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.'
આ પણ વાંચો : રાજકોટ : 10 વર્ષથી ઓરડીમાં 'કેદ' હતા વેલ એજ્યુકેટેડ ભાઈઓ-બહેન, અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ
દરમિયાન દિવસ આખાના રાજકીય ડ્રામાના અંતે મનસુખ વસાવા સાંજે પ્રેસ સામે પ્રગટ થયા હતા. તેમણે પત્રકારનો કહ્યું હતું કે 'મેં પાર્ટીથી કે સરકારથી નારાજ થઈને રાજીનામું નથી આપ્યું, મારી તબિયત નાદુરસ્ત છે. હું દિલ્હીમાં જઈ શકતો નથી. હાજર રહીને ન્યાય આપી શકતો નથી. હવે નિવૃત્ત થવા માંગું છું. પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન આપીશ અને પક્ષનું કામ કરતો રહીશ'
અગાઉ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના 121 ગામોનો ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાતા વિરોધ કર્યો હતો. મનસુખ વસાવાના વિરોધના વલણના પગલે કદાચ પક્ષ નારાજ હોય તેવી વાતો સામે આવી હતી તેથી તેમણે વિરોધ વ્યક્ત કરતા રાજીનામું આપી દીધું છે. મનસુખ વસાવા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સરકાર નિયુક્ત અઇધિકારીઓથી પણ નારાજ હતા.
આ પણ વાંચો : કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ભારતમાં પણ એન્ટ્રી, UKથી આવેલા 6 લોકો સંક્રમિત
વસાવાએ અગાઉ ડૉ.રાજીવ ગુપ્તાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને તેમને અંગ્રેજ અધિકારી ગણાવ્યા હતા. તાજેતરમાં જ તેમમે લવ જેહાદના મુદ્દે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પૈસાની મજબૂરીમાં આદિવાસી દીકરીઓ વેચાઇ રહી છે. આમ આ સ્થિતિમાં કદાય મનસુખ વસાવાની લાગણીને વાચા ન મળી હોય અથવા તો તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી ઠપકો આપવામાં આવ્યો હોય તેવું બની શકે છે.
'મનસુખભાઈ અમારા સાંસદ છે તેનું અમને ગૌરવ છે'
CR પાટિલ કહ્યું મનસુખ વસાવા અમારા સિનિયસ સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસલુખ વસાવા લાગણીશીલ માણસ છે. તેઓ લોકો માટે લડવાની પોતાની ફરજ છે તેમાં તેઓ ખુબ સારું કામ કરતા રહેશે. અમારા માટે ગૌરવ છે કે મનસુખ ભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂબઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો.જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે.'