ભાજપ સાંસદ ડૉ રીતા બહુગુણા જોશીની 6 વર્ષની પૌત્રી ફટાકડા ફોડતા દાઝી, ઇલાજ દરમિયાન નિધન

ભાજપ સાંસદ ડૉ રીતા બહુગુણા જોશીની 6 વર્ષની પૌત્રી ફટાકડા ફોડતા દાઝી

સાંસદ ડૉ રીતા બહુગુણા જોષી (Dr Rita Bahuguna Joshi)એ દૂર્ઘટના બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને CM યોગીથી વાત કરીને ઇલાજ માટે મદદ માંગી હતી. જે બાદ બાળકીનું ઇલાજ દિલ્હીની મિલિટ્રી હોસ્પિટલમાં થવાનું હતું.

 • Share this:
  સર્વેશ દુબે/ પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજથી ભાજપ સાંસદ ડૉ રીતા બહુહુણા જોશી (BJP MP Dr Rita Bahuguna Joshi)ની 6 વર્ષની પૌત્રી કિયાનું ફટાકડા ફોડતા દાઝી જવાથી મોત થઇ ગયું છે. રાતનાં ફટાકડા ફોડતા સમયે કિયા જોશી ગંભીર રીતે દાઝી હતી. ડોક્ટર્સનું કહેવું હતું કે, તે આશરે 60 ટકા દાઝી હતી. પ્રયાગરાજની ખાનગી હોસ્પિટલમાં શરૂઆતમાં તેનું ઇલાજ થઇ રહ્યું હતું. ઇલાજ દરમિયાન ગંભીર રૂપથી દાઝેલી બાળકીનું નિધન થઇ ગયું છે. જાણકારી અનુસાર, મંગળવારનાં કિયાને એર એમ્બ્યૂલન્સથી દિલ્હી શિફ્ટ કરવાની હતી પણ તે પહેલાં જ તેણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. માસૂમ બાળકીનાં નિધનથી પરિવાર સદમામાં ચાલ્યું ગયું છે.

  સાંસદ રીતા જોશીએ દૂર્ઘટના બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને CM યોગીથી વાત કરીને ઇલાજ માટે મદદ માંગી હતી. જે બાદ બાળકીનું ઇલાજ દિલ્હીની મિલિટ્રી હોસ્પિટલમાં થવાનું હતું.  હલમાં જ કોરોનાથી લડાઇથી જીતીને પરત ફરી હતી- જાણકારી અનુસાર, બાળકોની સાથે રમતા સમયે ફટાકડો ફાટતા તે ગંભીર રૂપથી દાઝી હતી. 6 વર્ષની કિયા જોશી થોડા દવસો પહેલાં જ કોરોનાથી ઠીક થઇ હતી. ગુડગાંવનાં હોસ્પિટલમાં દાદી રીતા જોશીનો પરિવારનાં અન્ય સભ્યોની સાથે તેનું પણ ઇલાજ થયું હતું. ઇલાજ બાદ સંસદીય સીટથી ભાજપની સાંસદ રીતા જોશી યોગી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published: