નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું - આ રાજીનામું નાટક કે પદ માટે નથી

News18 Gujarati
Updated: January 22, 2020, 11:22 PM IST
નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું - આ રાજીનામું નાટક કે પદ માટે નથી
નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું - આ રાજીનામું નાટક કે પદ માટે નથી

રાજીનામું પાછું ખેંચવાનો નથી. નિરાકરણ આવશે પછી કાર્યકર્તા સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ - કેતન ઈનામદાર

  • Share this:
અમદાવાદ : સાવલી વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઈનામદારે નારાજગીના લીધે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય તરીકે અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પોતાના મતવિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતું હોવાનો હવાલો આપી ઈનામદારે વિધાસભા અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ઈ-મેલથી રાજીનામું સોંપ્યું છે.

રાજીનામું આપ્યા પછી મોડી રાત્રે કેતન ઇનામદારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેતન ઇનામદારે કહ્યું હતું કે આ મામલે મને મારા પ્રદેશ અધ્યક્ષ અને મોવડીમંડળ પર વિશ્વાસ છે. ગુરુવારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મુલાકાત પછી આ વાતનું નિરાકરણ લાવીશું. આજે રાજીનામું પાછું ખેંચવાનો નથી. નિરાકરણ આવશે પછી કાર્યકર્તા સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ. મને અધ્યક્ષે ખાતરી આપી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. માત્ર લેખિત નહીં નક્કર પગલાં જોઈએ છે. કેતન ઇનામદારે એમજીવીસીએલના અધિકારી ભટ્ટ પર પણ આરોપ લગાવ્યા હતા. કહ્યું હતું કે અધિકારીઓ લોકોના પ્રશ્નો પર ધ્યાન આપે. અધિકારીને આ વાત પણ સરકારને જણાવીશ.

આ પણ વાંચો - સાવલીથી BJP MLA કેતન ઈનામદારનું રાજીનામું, BJP-કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું?

કેતન ઇનામદારે કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષે આજે પણ મળવાનું કહ્યું હતું પણ ગુરુવાર મારો મનપસંદ વાર છે તેથી તે દિવસે મળવાનો નિર્ણય કર્યો છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ મારા માટે મહત્વનું છે.

આ પહેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે મારે કેતનભાઈ સાથે ત્રણ થી ચાર વખત ટેલિફોનિક વાતચીત થઈ છે. તેમણે મારી લાગણી સ્વિકારી છે. આખો મામાલો વિકાસના કામોનો છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर