પ્રદેશ ભાજપનો સક્રિય સભ્યોનો લક્ષ્યાંક હજુ પણ અધૂરો?

News18 Gujarati
Updated: October 9, 2019, 7:41 AM IST
પ્રદેશ ભાજપનો સક્રિય સભ્યોનો લક્ષ્યાંક હજુ પણ અધૂરો?
ફાઇલ તસવીર

સક્રિય સભ્ય બનાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય હતો પરંતુ નવા 60 હજાર કરવાના હતા જે માત્ર 21 હજાર જ થયા છે

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : ભાજપનું અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે પણ તેને પેટા ચૂંટણીનું ગ્રહણ લાગ્યું છે. કારણ કે પેટા ચૂંટણી આવતા સંગઠન પર્વની કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી નિયત સમયમાં પૂર્ણ કરી શક્યા નથી તો એજ રીતે સક્રિય સભ્ય બનાવવાનો લક્ષ્ય જે કાર્યકર્તાઓને આપ્યો હતો તે પણ પૂર્ણ થઈ શક્યો નથી નવા સભ્યો માટે જેમાં 50 ટકા નવા સભ્યનો લક્ષ્ય રાખ્યો હતો. એ જ રીતે સક્રિય સભ્ય બનાવવા માટે છે એના કરતાં બમણા સભ્ય બનાવવાનો લક્ષ્ય કાર્યકર્તાઓ અને નેતાઓને સોંપવામાં આવ્યો હતો પરંતુ એ પણ નિયત સમયમાં પૂર્ણ થઈ શક્યું નથી.

સંગઠન પર્વ ચાલુ થયું જેમાં નવા સભ્યો સક્રિય સભ્યો બનાવવા સહિતની કામગીરી હાથ પર લેવાતી હોય છે અને સંગઠનનો વ્યાપ વધારવામાં આવતો હોય છે. પરંતુ રાજ્યની 6 બેઠક પર પેટા ચૂંટણીઓ આવતા સંગઠન પર્વ લર બ્રેક વાગી ગઈ છે ઘણા વિસ્તારમાં હાલમાં આ કામગીરી થઈ શકતી નથી કારણ કે નેતાઓ ચૂંટણી પ્રચારમાં અને પેટા ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બની ગયા છે. જેથી સંગઠન પર્વની કામગીરી પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. સંગઠન પર્વમાં ચોક્કસ ટાર્ગેટ સાથે પ્રદેશ નેતૃત્વ આગળ ચાલ્યું હતું. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા હયાત કરતા નવા 20 ટકા સભ્યો બનાવવાનો લક્ષ્ય આપ્યો હતો પણ અત્યારે ભાજપમાં નંબર 1 અને 2 પર રાખેલા મોદી-શાહ ગુજરાતના નેતાઓ હોવાથી જવાબદારી વધારે હોવાના કારણે ગુજરાત પ્રદેશ નેતૃત્વએ 50 ટકા નવા સભ્યો બનાવવાનો લક્ષ્ય રાખ્યો હતો તો એ જ રીતે અત્યારે જેટલા સક્રિય સભ્યો છે એટલા નવા સભ્યો બનાવવાનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો સક્રિય સભ્ય બનાવવા માટે 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ હતી પરંતુ આ લક્ષ્ય પણ પૂર્ણ થઈ શક્યો નહિ હોવાનું માલુમ પડી રહ્યું છે.

હાલમાં પ્રદેશ ભાજપાના 79 હજાર જેટલા સક્રિય સભ્યો છે. જેના આધારે જો વાત કરીએ તો બીજા એટલા જ મતલબ કે 1 લાખ 60 હજાર જેટલા કુલ સભ્યો થવા જોઈએ પરંતુ હાલમાં આ આંકડો 1 લાખે પહોંચ્યો છે. મતલબ કે નવા સભ્યો માત્ર 21 હજાર જ થયા છે. સક્રિય સભ્ય બનાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય હતો પરંતુ નવા 60 હજાર કરવાના હતા જે માત્ર 21 હજાર જ થયા છે.

ભાજપના નેતાઓ નામ અહીં આપવાની શરતે કહી રહ્યા છે નવા સક્રિય સભ્યો ટાર્ગેટ જેટલા પૂર્ણ નહીં થયા તેની પાછળ ચોક્કસ કારણો જવાબદાર છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાના કાર્યકર્તાઓની ઉપેક્ષા થઈ રહી છે તે સૌથી મોટું કારણ છે જેના કારણે હાલના કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ ગયા છે. અને નવા સભ્યો બનાવવા માટે પણ રસ નથી લઈ રહ્યા. આ વાતની અસર આગામી સમયમાં બુથ સમિતિની રચનામાં પણ થશે. તો બીજું સૌથી મોટું કારણ છે જૂથવાદ ભાજપમાં અત્યારે જૂથવાદ ચરમસીમા પર છે જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ 2 જૂથમાં વહેંચાયેલા છે અને નિષ્ક્રિય પણ છે.

અને ત્રીજી બાબત છે હાલની દેશની પરિસ્થિતિ મંદીનો માહોલ ચાલી રહ્યો છે બીજી તરફ નોકરી કરતા યુવાઓ તેમાંથી સમય કાઢીને રાજકારણમાં આવવું તેના માટે મુશ્કેલ છે જેના કારણે પણ અત્યારે સક્રિય સભ્ય બનવાથી અંતર રાખી રહ્યા છે. આ તમામ લોકો મિસકોલ કરી સભ્ય બનવા તૈયાર છે પરંતુ સક્રિય સભ્ય નથી બની રહ્યા બીજી તરફ મહિલા કાર્યકર્તા બનાવવામાં તકલીફોનો સામનો કાર્યકર્તાઓને કરવો પડી રહ્યો છે કારણ કે જો સક્રિય સભ્ય બને અને બુથ સમિતિના સભ્ય પણ બને તો મહિલાઓ યોગ્ય સમયના ફાળવી શકે કારણ કે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો પણ ખૂબ આવે છે જેમાં પરિવારીક જીવનમાં રહેલી મહિલા યોગ્ય સમય ન ફાળવી શકે એ સ્વાભાવિક બાબત છે. જેના કારણે મહિલાઓ સક્રિય સભ્ય બનવાથી દૂર જઈ રહી છે.

આમ હાલમાં ભાજપના સંગઠન પર્વ પર પેટા ચૂંટણીને લઈને બ્રેક તો વાગી ગઈ છે સાથે જ સક્રિય સભ્ય બનવાનો લક્ષ્ય પણ અધૂરો રહી ગયો છે. જો કે હજી બુથ સમિતિની રચના સંપૂર્ણ પૂરી નથી થઈ ત્યાં સુધી સક્રિય કાર્યકર્તા બનાવવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવનારી છે.
Loading...

આ પણ વાંચો,

ગુજરાતનો એક કિ.મી. એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પોટલી મળતી ન હોય : શંકરસિંહ વાઘેલા
દારૂબંધીના 'બ્રાન્ડ એમ્બેસેડર' અલ્પેશ પાસે દારૂના અડ્ડાઓનું લિસ્ટ છે, રૂપાણી દરોડા પાડે: કૉંગ્રેસ
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...