વરુણ પટેલે ઉડાવી પરેશ ધાનાણીની મજાક, કહ્યું 'અમને અજગર પકડતાં પણ આવડે છે'

News18 Gujarati
Updated: July 12, 2018, 5:07 PM IST
વરુણ પટેલે ઉડાવી પરેશ ધાનાણીની મજાક, કહ્યું 'અમને અજગર પકડતાં પણ આવડે છે'
News18 Gujarati
Updated: July 12, 2018, 5:07 PM IST
થોડા દિસવ પહેલા જ વિરધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર સાંપ પકડતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે પરેશ ધાનાણીના આ વીડિયોની મજાક ઉડવતા પાસમાંથી ભાજપમાં જોડાયેલા વરુણ પટેલે પણ એક ફોટો શેર કર્યો હતો.

વરુણ પટેલે પોતાના ફેસબૂક પેઝ પર અઝગર સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં વરુણ પોતાના શરીરે એક અઝગર વીંટાયેલો દેખાડી રહ્યાં છે, આટલે સુધી તો ઠીક પરંતુ તેઓએ ફોટો કેપ્શનમાં પરેશ ધાનાણીની મજાક ઉડાવી દીધી. વરુણ પટેલે ફોટો કેપ્શનમાં લખ્યું કે गुन्हेगार तो सब बनते है...हमे तो बस यादगार बनना है, લોકો ને હજુ તો સાપ પકડતા આવડે છે જરૂર પડે તો અજગર પકડતા પણ અમને આવડે છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ સાપ પકડતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, '"' ખડ શીતળો " ' આજે "સાપ" પણ સરનામું ભૂલ્યો.,"એરૂ" પકડતા ય આવડે હો ભાઈ.!'આ મામલે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર આવી ગયો હતો. રાજકારણના ખેલાડીએ તે ઝેરી સાપને પણ વશમાં કરી લઇને લોકોને અચંબામાં મુકી દીધા હતાં. પરેશભાઇના આ સાહસથી તેમના સ્ટાફે પણ મોંમાં આંગળા નાંખી દીધા હતાં. તેમણે થોડી જ સેકન્ડોમાં સાપને પકડીને નજીકના નિર્જન સ્થળે છોડી આવ્યાં હતાં. નોંધનીય છે કે પરેશભાઇને સાપ પકડવાનો પણ શોખ છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...