બનાસકાંઠા : શંકર ચૌધરીની હાજરીમાં કાર્યકર્તાએ મુખ્યમંત્રીની ટીકા કરી, કહ્યું-ગુજરાતની ગાદી પર ખેડૂતનો દીકરો હોવો જોઈએ, જુઓ વીડિયો

વાવના કુંડાળીયા ગામે એક કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

Banaskantha News- વાવના કુંડાળીયા ગામે પૂર્વ મંત્રી શંકર ચૌધરીના કાર્યક્રમમાં એક કાર્યકર્તાએ ઉત્સાહમાં આવી જઈ કહ્યું- મુખ્યમંત્રી શંકરભાઈ ચૌધરી જેવો હોવો જોઈએ જે ખેડૂતોના કામ કરી શકે, જોકે શંકર ચૌધરીએ હાથના ઇશારાથી તેમને ચૂપ રહેવા જણાવ્યું

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા (Banaskantha)જિલ્લાના વાવ તાલુકાના કૂંડાળીયા ગામે બનાસ ડેરીના (Banas Dairy)ચેરમેન અને રાજ્યના પૂર્વ મંત્રી શંકર ચૌધરીની (Shankar Chaudhary)ઉપસ્થિતિમાં ભાજપના (BJP)કાર્યકરે ઉત્સાહમાં આવી ખેડૂતોની બાબતમાં વાણિયાઓને ખબર ન પડે તેમ કહી મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Chief Minister Vijay Rupani)ટીકા કરી હતી. મુખ્યમંત્રી તરીકે શંકરભાઈ જેવા ખેડૂતપુત્ર જ હોવા જોઈએ તેવું નિવેદન આપતો હોવાનો વીડિયો વાયરલ (Video viral)થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યું છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષે યોજાનાર છે ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પોતાના મતવિસ્તાર વાવ તાલુકામાં અત્યારથી જ પ્રચાર કાર્ય આરંભી દીધો છે. બે દિવસ અગાઉ વાવ તાલુકાના કુંડાળીયા ગામમાં ભાજપ કાર્યકરોની શુભેચ્છા બેઠક યોજાઇ હતી. જેમાં શંકર ચૌધરી ઉપરાંત બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા.

    આ પણ વાંચો - Priyanka Mishra Viral video: કમરમાં રિવોલ્વર ભરાવી મહિલા સિપાહીએ બનાવ્યો વીડિયો, ઇંસ્ટાગ્રામમાં શેર કરવો ભારે પડ્યો

    બેઠકમાં દુષ્કાળની પરિસ્થિતિને લઇ ચર્ચા ચાલી હતી એ દરમિયાન ભાજપના કાર્યકર પરાગભાઈએ પોતાના વક્તવ્યમાં ઉત્સાહમાં આવી જઈ ગુજરાતની ગાદી પર ખેડૂતનો દીકરો હોવો જોઈએ વાણિયાઓને કંઈ ખબર પડે નહીં. મુખ્યમંત્રી શંકરભાઈ ચૌધરી જેવો હોવો જોઈએ જે ખેડૂતોના કામ કરી શકે એવું નિવેદન કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. શંકર ચૌધરીએ પણ હાથના ઇશારાથી તેમને ચૂપ રહેવા જણાવ્યું હતું. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના કાર્યકર દ્વારા મુખ્યમંત્રીની ટીકા કરતો આ વીડિયો વાયરલ થતાં જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે.



    ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam/Sardarsarovar dam) પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે. સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે 28 ઓગષ્ટ, 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તા (Dr. Rajiv Gupta)એ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ (Weather department) પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે.
    Published by:Ashish Goyal
    First published: