Home /News /gujarat /ભાજપે 182 મુરતિયાઓને શોધવા ઘડ્યો માસ્ટર પ્લાન, નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે સર્વે
ભાજપે 182 મુરતિયાઓને શોધવા ઘડ્યો માસ્ટર પ્લાન, નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે સર્વે
ભાજપે 182 મુરતિયાઓને શોધવા ઘડ્યો માસ્ટર પ્લાન
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાના મુરતિયાઓને શોધવા માટે 60 નિરીક્ષકોની પસંદગી પણ કરી લીધી છે. આના માટે ઉત્તર ઝોન માટે પાલનપુર, દક્ષિણ ઝોન માટે સુરત, સૌરાષ્ટ્ર ઝોન માટે સોમનાથ અને મધ્ય ઝોન માટે વડોદરા ખાતે બેઠકો મળશે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં તમામ પાર્ટીઓએ ધામા નાખી પ્રચાર હાથ ધરી દીધો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળી અને નવા વર્ષ બાદ ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતાઓ છે. ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાના મુરતિયાઓને શોધવા માટે 60 નિરીક્ષકોની પસંદગી પણ કરી લીધી છે. આ 60 નિરીક્ષકો જિલ્લા મહાનગર અને તાલુકા સુધી જઈ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને દાવેદારોની રજૂઆતો સાંભળી પ્રદેશ ભાજપને તમામ રિપોર્ટ આપશે.
ભાજપે ઉમેદવારોની પસંદગી માટે બનાવી એક યોજના
ગઈકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાને મહામંત્રીઓ સાથે આ તમામ મુદ્દાઓ ઉપર મેરેથોન બેઠક થઈ હતી. આ બેઠકમાં નક્કી થયા પ્રમાણે આગામી 27, 28 અને 29 ઓક્ટોબરના રોજ પ્રદેશ ભાજપ પોતાના નિરીક્ષકોને જુદા જુદા જિલ્લાઓ અને મહાનગરોમાં મોકલશે અને સ્થાનિક કાર્યકરો અને દાવેદારોની રજૂઆતો સાંભળશે. ઉલ્લેખનીય છે કે, વર્ષોની ભારતીય જનતા પાર્ટીની આ જ પરંપરા રહી છે. પરંપરા પ્રમાણે આ નિરીક્ષકો સ્થાનિક કક્ષા જઈને જેટલા પણ દાવેદારો હોય છે તેમનો મત જાણે છે. ત્યારબાદ જિલ્લાની ટીમ સાથે સંકલન કરી ત્રણ સભ્યોની પેનલ બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આપતા હોય છે.
બોર્ડની અંદર આ ત્રણ નામો પર મંથન થતું હોય છે, ત્યારબાદ રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રીમાં ઉમેદવારના નામ મોકલવામાં આવતા હોય છે. આ જ પ્રમાણે ભાજપ દ્વારા નવું વર્ષ પૂર્ણ થતાની સાથે જ બીજા દિવસે તમામ વિધાનસભા બેઠકોમાં ચેન્જ લેવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવશે. નવા વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ મહુડી મંડળ દ્વારા જુદા જુદા ચાર ઝોનની અંદર મુલાકાત લેવામાં આવશે. જેમાં ઉત્તર ઝોન માટે પાલનપુર, દક્ષિણ ઝોન માટે સુરત, સૌરાષ્ટ્ર ઝોન માટે સોમનાથ અને મધ્ય ઝોન માટે વડોદરા ખાતે બેઠકો મળશે.
ઉલ્લેથનીય છે કે, બેઠકોમાં કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં ઝોન પ્રમાણે તમામ હોદ્દેદારોને સાંભળવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે દિવાળી સુધી આ કાર્યક્રમ યોજવાનો છે, જેમાં પાર્ટીના દરેક ઝોનની અંદર સિનિયર નેતાઓ અને હોદ્દેદારોનો મંતવ્યો સાંભળવામાં આવશે અને તે પ્રમાણે રણનીતિ ઘડવામાં આવશે, જેથી વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત મેળવી શકાય.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર