Home /News /gujarat /

'ઘરના 14 સભ્યને કોરોના થયો હોવાથી વચગાળાના જામીન આપો,' ભાજપના પૂર્વ સાંસદની હાઇકોર્ટમાં અરજી

'ઘરના 14 સભ્યને કોરોના થયો હોવાથી વચગાળાના જામીન આપો,' ભાજપના પૂર્વ સાંસદની હાઇકોર્ટમાં અરજી

ફાઇલ તસવીર.

'પરિવારના 14 સભ્યોને કોરોના થયો હોવાથી પરિવારના મોભી તરીકે તેમ જ નાણાકીય વ્યવસ્થા ગોઠવવા માટે તેમનું ઘરે જવું જરૂરી છે.'

અમદાવાદ : ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ 30 દિવસના વચગાળાના જામીન માટે હાઈકોર્ટ અરજ કરી છે. દીનુ સોલંકીએ અરજીમાં એવી રજૂઆત છે કે પરિવારના 14 સભ્યોને કોરોના થયો હોવાથી પરિવારના મોભી તરીકે તેમ જ નાણાકીય વ્યવસ્થા ગોઠવવા માટે તેમનું ઘરે જવું જરૂરી છે. હાઇકોર્ટમાં સી.બી.આઇ.એ દીનુ સોલંકીની જામીનનો વિરોધ કર્યો છે. કોર્ટે પણ દીનુ સોલંકીને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સિંગથી પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાની સૂચના આપી છે.

આ કેસની વધુ સુનાવણી આવાતા અઠવાડિયો હાથ ધરવામાં આવશે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તે અત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે અને વતનમાં પરિવારના 14 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેનો પરિવાર જ્યાં રહે છે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યોની સારવાર માટેની વ્યવસ્થા કરવા માટે તેમજ ડૉક્ટરની સલાહ માટે તેમનું બહાર નીકળવું જરૂરી છે. પરિવાર અત્યારે ગંભીર અને નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યો હોવાથી પરિવારના મોભી તરીકે ત્યાં તેમની પ્રત્યક્ષ હાજરી જરૂરી છે. જેના માટે 30 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામા આવે.

આ પણ વાંચો : એકબાજુ વિકાસની વાતો, બીજી તરફ ગામ લોકો મૃતદેહને કમર સુધીના પાણીમાંથી લઈ જવા મજબૂર

દીનુ સોલંકીની જામીન અરજીનો સી.બી.આઇ. તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઈની દલીલ હતી કે આરોપીને અત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવાની મંજૂરી આપી શકાય નહીં. આ ઉપરાંત તેઓ જેલમાંથી પણ જરૂરી વ્યવસ્થા કરી શકે છે, હાઇકોર્ટે પણ આરોપી ને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરવા મૌખિક સૂચના આપી છે.

આ પણ વાંચો :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બચત અને વસ્તુઓની હરાજીથી મળેલા 103 કરોડ રૂપિયા દાન કર્યા

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન દીનુ સોલંકી દ્વારા ચોથી વખત વચગાળઆના જામીન માગવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં કોરોનાના સંક્રમણ અંગે રજૂઆત કરી જામીન મંગાયા હતા અને બાદમાં અરજી પરત ખેંચવામાં આવી હતી. મે મહિનામાં પણ કોરોનાના સંક્રમણના ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન મગાયા હતા અને અરજી ફગાવવામાં આવી હતી. જુલાઇ મહિનામાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે દીનુ સોલંકીના બહેનનું અવસાન થયું હોવાથી ઉત્તરક્રિયા માટે જામીન જોઇએ છે. આ વખતે કોર્ટે ચાર દિવસના વચગાળાના જામીન આપ્યા હતા.

ઉલ્લેખનયી છે કે વર્ષ 2010માં હાઇકોર્ટ બહાર આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સી.બી.આઇ. કોર્ટે જુલાઇ-2019માં જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિતના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા સામેની અપીલની સુનાવણી હાલ હાઇકોર્ટમાં ચાલી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gujarat HC, ભાજપ, સીબીઆઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन