અમદાવાદઃ બીજેપીએ વિધાનસભાની ચૂંટણી માટે આજે સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જેટલીએ કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કરેલા વાયદાઓ બંધારણીય રીતે અશક્ય છે. તેમના વાયદાઓ નુકસાન પહોંચાડે તેવા છે. કોંગ્રેસે ખેડૂતો અંગે કરેલો વાયદો પણ ચિંતાજનક છે. કોંગ્રેસે પાટીદારોને અનામત આપવાની કરેલી જાહેરાત અંગે પણ જેટલીએ આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના આવા વાયદા પુરા ન થાય
અરુણ જેટલીએ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ખેડૂતોના દેવા માફી અંગે કરેલી જાહેરાત પર કહ્યું હતું કે, ખેડૂતોના દેવા માફીની રકમ 1.20 લાખ કરોડનો ખર્ચ થાય છે. આ પ્રકારના વાયદા કરવા એ ક્યારેય પૂર્ણ ન થાય. ખેડૂતોના દેવા માફી મામલે 2008માં કોંગ્રેસે વચન આપ્યું હતું. નાબાર્ડના આંકડા પ્રમાણે ગુજરાતને 1100 કરોડ સહાય મળી હતી.
- ગુજરાતના જીડીપી પર સવાલ ઉઠાવનારે ગંભીર રીતે વિચારવું પડશે
- ગુજરાતમાં સામાજિક ધ્રુવીકરણ કરવું એ રાજ્યનું નુકશાન છે
- અને જો કોંગ્રેસ એ રસ્તા પર જતી હોય તો તે રાજ્યને નુકશાન કરશે
- કોંગ્રેસે જે પાટીદાર અનામત આપવાની વાત કરી તે અસંભવ છે
- બીજો જુદા જુદા વર્ગને આર્થિક સહાય સંભવ બની
- કેનાલ નેટવર્કનું કામ પણ રાજ્યમાં થઈ રહ્યું છે
- દેશમાં જ્યાં જ્યાં કોંગ્રેસનું શાસન છે તે રાજ્યની હાલત ખરાબ
- અમારા સંકલ્પ પત્ર પાછળ વિકસનો દ્રષ્ટિકોણ
- સમગ્ર વિશ્વમાં મંદિનો માહોલ પણ ગુજરાત આગળ
- અમે વિકાસના મુદ્દે આગળ વધ્યા
- ગુજરાત એકમાત્ર રાજ્ય જેનો ગ્રોથ ડબલ ડિઝિટમાં
- 5 વર્ષમાં ગુજરાતનો વિકાસ દર 10 ટકા
- સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ પણ ગુજરાત આગળ
- વિકાસમાં ગુજરાતે હરણફાળ ભરી
- વિકાસના મુદ્દા સાથે અમે વધ્યા આગળ
- કોંગ્રેસે ખોટો રસ્તો પસંદ કર્યો
- કોંગ્રેસના વાયદામાં દમ નથી
- કોંગ્રેસનો વાયદો બંધારણીય રીતે અશક્ય
- કોંગ્રેસ કરેલા વાયદા નુકશાન પહોંચાડે તેવા
- ખેડૂતો મુદ્દે કરેલો વાયદો પણ ચિંતાયુક્ત
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર