મારા જીવનમાંથી જો BJPને બાદ કરીએ તો માત્ર શૂન્ય બચે: અમિત શાહ

News18 Gujarati
Updated: March 30, 2019, 12:51 PM IST
મારા જીવનમાંથી જો BJPને બાદ કરીએ તો માત્ર શૂન્ય બચે: અમિત શાહ
અમિત શાહે મંચ પરથી સંબોધન કર્યું હતું.

'ગુજરાત પોતાના દીકરાને શાનની સાથે ફરીથી PM બનાવે': અમિત શાહ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલ્યું. તેઓ અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર તરીકે વિજય મૂહુર્તમાં બપોરે 12.39નાં ટકોરે ફોર્મ ભરવાના છે. જેના માટે તેઓ રોડ શો કરીને ફોર્મ ભરવા જશે. આ પ્રસંગે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પ્રમુખ પ્રકાશસિંઘ બાદલ, શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ શાહના નામાંકનમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે.

'ગુજરાત પોતાના દીકરાને શાનની સાથે ફરીથી PM બનાવે'

અમિત શાહે મંચ પરથી સંબોધન કરતાં કહ્યું હતું કે, '1982માં મેં નારણપુરાનાં બુથ અધ્યત્ર તરીકેમેં કામ શરૂં કર્યું હતું. મારા જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીને બાદ કરીએ તો માત્ર શૂન્ય જ બચે. ગાંધીનગરની આ બેઠક પરથી જ્યા લાલકૃષ્ણ અડવાણી અને બાજપેયી સાંસદ રહ્યાં ત્યાંથી મારે પણ ચૂંટણી લડવાની છે તે મારૂં સદભાગ્ય છે. હું સામાન્ય માણસોની વચ્ચે રહેનારો છે. હું જ્યારે પૂછું છું કે આ દેશનો પીએમ કોણ તો આખા દેશમાંથી એક જ અવાજ આવે કે 'મોદી મોદી. ગુજરાત પોતાના દીકરાને શાનની સાથે ફરીથી PM બનાવે'

માનવ સાંકળ દ્વારા સ્વાગત

અમદાવાદના રોડ-શોથી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા ગાંધીનગર જશે. જ્યાં ભાજપના કાર્યકરો માનવસાંકળ રચી સ્વાગત કરશે. ગાંધીનગર કલેક્ટર કચેરી પાસેનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી અમિત શાહ ગણતરીના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.
First published: March 30, 2019
વધુ વાંચો
अगली ख़बर