જુથવાદઃ અમરેલીના ભાજપના અગ્રણીઓને મુખ્યપ્રધાને ખખડાવ્યા

News18 Gujarati | Web18
Updated: June 20, 2015, 9:36 AM IST
જુથવાદઃ અમરેલીના ભાજપના અગ્રણીઓને મુખ્યપ્રધાને ખખડાવ્યા
અમરેલીઃ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટનીને ધ્યાને લઈને અમરેલી જીલ્લામાં વ્યાપેલા જૂથવાદને લઈને રાજ્યના મુખ્ય પ્રધાનને અમરેલી જીલ્લાના અગ્રણીઓને બોલાવી જુથવાદ ખતમ કરવા તેમજ ચુંટણીને લઈને કામે લાગી જવા આકરા શબ્દોમાં ચીમકી આપી છે.

  • Web18
  • Last Updated: June 20, 2015, 9:36 AM IST
  • Share this:
અમરેલીઃ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટનીને ધ્યાને લઈને અમરેલી જીલ્લામાં વ્યાપેલા  જૂથવાદને લઈને રાજ્યના મુખ્ય પ્રધાનને અમરેલી જીલ્લાના અગ્રણીઓને બોલાવી જુથવાદ ખતમ કરવા તેમજ ચુંટણીને લઈને કામે લાગી જવા આકરા શબ્દોમાં ચીમકી આપી છે.

અમરેલી જીલ્લા ભાજપમાં જુથવાદ તેની ચરમ સીમાએ છે. ત્યારે આ જૂથવાદની ગુંજ છેક દિલ્લી સુધી પહોંચતા ભાજપના પદાધિકારીઓમાં ભારે રોસ જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઈને ભાજપ દ્વારા અમરેલીનો જુથવાદ ખાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેને પગલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખપ્રધાન દ્વારા પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી,અમરેલીના સંસદ નારણ કાછડિયા, અમરેલી જીલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઈ સુખડીયા અને અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભારત કાનાબારને મુખ પ્રધાને રૂબરૂ બોલાવીને બંધ બારણે ચર્ચાઓ કરીને અમરેલી જીલ્લા ભાજપમાં વ્યાપેલી જૂથબાંધી ખતમ કરવા રીતસરની ચીમકી આપી હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

થોડા સમય પહેલા પણ જુથવાદનો ચરુ અમરેલી જીલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિસય બન્યો હતો. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ આવી રહી છે ત્યારે જુથવાદનો ભોરીંગ અમરેલી જીલ્લામાં ભાજપને ભારેના પડે તે માટે આજે રાજ્યના મુખ્યપ્રધાને અમરેલી જીલ્લા ભાજપના  આગેવાનોને રૂબરૂ બોલાવીને રીતસરના ખખડાવી નાખ્યા હોવાના અહેવાલો ભાજપના   આધારભૂત સુત્રો પાસેથી મળી રહ્યા છે.

તેમજ જો અમરેલી જીલ્લામાં ભાજપનો દેખાવ સારો નહિ રહેતો તમામ અગ્રણીઓએ આકરા પગલા માટેની તયારી રાખવાની ચીમકી ખુદ મુખ પ્રધાને આપી હોવાની વાતો બહાર આવતા અમરેલી જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગઇકાલે મુખ્યપ્રધાનના ઘરે મળેલી વિવિધ જી્લ્લા ભાજપના પ્રતિનિધીઓની બેઠક બાદ અમરેલી જીલ્લા ભાજપમાં જૂથવાદને લઇને ફરી વિવાદ થયો છે ત્યારે પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા દિલિપ સંધાણીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે હું પોતે બેઠકમાં હાજર હતો. આ બેઠક રુટીન બેઠક હતી. અને તમામ લોકો એક થઇને ચૂંટણીમાં ભાજપને જીતાડવા પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે જૂથવાદએ માનસિકતા છે પણ ભાજપને જીતાડવા તમામ લોકો એક થઇને કામ કરશે.
First published: June 20, 2015, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading