બિટકોઈન કેસ: CID ક્રાઈમે LCB PI સહિત 3 પોલીસ કર્મીની કરી અટકાયત

હાલ અપહરણ અને ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના અંતર્ગત તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 3 પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી છે.

હાલ અપહરણ અને ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના અંતર્ગત તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 3 પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી છે.

  • Share this:
સુરત: છેલ્લા ઘણા સમયથી ખુબજ ચર્ચામાં રહેલાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનો બિટકોઇન મામલે નવો વળાંક આવ્યો છે. આજે 8 એપ્રિલ રવિવારની સવારે બિટકોઇન કેસની તપાસ હેઠળ CIDએ અમરેલી પોલીસ પર દરોડા પાડ્યા હતા. જેથી પોલીસ વિભાગમાં જ ચકચાર મચી ગઈ હતી. CID ક્રાઈમ દ્વારા LCBના PI અનંત પટેલ સહિત 8 પોલીસકર્મી પર દ્વારા  દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ અપહરણ અને ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના અંતર્ગત તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 3 પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી
છે.

12 કરોડના બિટકોઈન પડાવવાનો આરોપ
CIDએ બિલ્ડર શૈલેષ ભટ્ટના આરોપ અનુસાર તેમનું અપહરણ કરી, તેમની પાસેથી 12 કરોડના બિટકોઇન પડાવી લેવાના કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીને દરોડા પાડયા હતા. સોર્સિસની માનીયે તો, ઘરમાં મળી આવેલા ત્રણ પોલીસ કર્મચારી વિજય અને બાબુ ડેર સહિત કુલ ત્રણ પોલીસ કર્મચારીઓને પોલીસ હેડકવાર્ટર લઈ જવામાં આવ્યા હતા.

CID ક્રાઈમના ડીજીપી આશીષ ભાટીયાની સુચનાથી કુલ છ ટીમો અમરેલી સહિત વિવિધ વિસ્તારમાં દરોડા પાડવા શનિવારે રાતે જ ગાંધીનગરથી રવાના થઈ હતી.

પોલીસ કર્મીઓ ફરાર
CID ક્રાઇમ દ્વારા દરોડા પાડ્યાની વાત મળતાની સાથે જ મોટા ભાગના પોલીસ કર્મચારીઓને ફરાર થઈ ગયા હતા, જ્યારે મળી આવેલા ત્રણ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ જેઓ પોતાના ઘર બંધ કરી ફરાર થઈ ગયા છે, તેમના ઘરની તપાસ માટે મામલતદારને હાજર રાખી તેમના ઘરના તાળા તોડવામાં આવ્યા હતા.

શૈલેષ ભટ્ટનો ખુલાસો
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે કરેલા ખુલાસા મુજબ તેના જ ભાગીદારની મદદથી અમરેલી પોલીસે ગાંધીનગરમાંથી અપહરણ કર્યુ હતું. આ મામલે ફેબ્રુઆરીથી CID ક્રાઈમ તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રીસ કરતા વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જો કે હજુ શૈલેષ ભટ્ટ પાસેથી પાંચ કરોડ રોકડ લેનાર CBIના અધિકારી સુનીલ નાયરની આ મામલે CIDએ તપાસ કરી નથી.
First published: