સુરત# વૃદ્ધોની દયનિય પરિસ્થિતી અને વૃદ્ધાશ્રમના વિરોધમાં જાગૃતિ લાવવા માટે રાજકોટથી કન્યાકુમારી બાઈકર્સ નીકળ્યાં છે. બાઈકર્સ આજે સુરત પહોંચતાં તેનુ અદકેરૂં સન્માન કરવામાં આવ્યું હતુ. બાઈકર્સને આગળના પ્રવાસમાં જોઈતા સહકાર અને સગવડ કરી આપવાની ખાતરી સાથે સુરતથી વિદાય કરવામાં આવ્યા હતા.

રાજકોટ ફાયરબ્રિગેડના ચાર જવાનો કન્યાકુમારી જવા નીકળ્યા છે. રાજકોટથી 25 દિવસનો પ્રવાસીઓ 7 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડવા નીકળ્યા છે. જેમાં ધીરેન્દ્રસિંહ વીક્રમસિંહ જાહેજા, સિગપાલસિંહ તખુભા જાહેજા બાઈક પર નીકળ્યા છે. જેને સપોર્ટ કરવા ધર્મરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને ભદ્રેશ ઉપાધ્યાય કારમાં નીકળ્યાં છે. ચારેય યુવકો સુરત આવી પહોંચતા તેમનું સાંસદ સી.આર.પાટીલ અને બાઈકર્સ ડો. સારિકા દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતુ.
આ સિવાય આગળના રસ્તામાં કોઈ પણ જાતના સાથ સહકારની જે જરૂર પડે તે ખાતરી આપવામાં આવી હતી. બાઈકર્સે જણાવ્યું હતું કે, વૃદ્ધોની પરિસ્થિતી દિવસે દિવસે કથળતી જાય છે. બાળકો યુવકો વડીલોને સન્માન આપે અને વૃદ્ધાશ્રમમાં યુવકો તેના વડીલો ન મોકલે તે હેતુથી જાગૃતિ ફેલાય તે માટે આ રેલીનુ આયોજન કરાયુ છે. આ સિવાય વડીલોની સંપતિ તે જીવીત હોય ત્યાં સુધી કોઈ વારસના નામે ટ્રાન્સફર ન થાય તે માટે કાયદો બનાવવાની લાગણી વ્યક્ત કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર