ભૂમિ વિવાદને લઈને ગામડામાં થયો ગોળીનો વરસાદ, મહિલા સહિત 9 લોકોને ગોળી મારી

News18 Gujarati
Updated: November 13, 2019, 1:41 PM IST
ભૂમિ વિવાદને લઈને ગામડામાં થયો ગોળીનો વરસાદ, મહિલા સહિત 9 લોકોને ગોળી મારી
ભૂમિ વિવાદને લઈને ગામડામાં થયો ગોળીનો વરસાદ

  • Share this:
કૈમૂર- બિહારના કૈમૂર (Kaimur) માં જમીનના વિવાદના કારણે 9 લોકો પર ગોળીબાર કરાયો હતો. આ ઘટના અંગત વિવાદ બાદ ખૂબ ઝડપથી વધ્યો અને તે બાદ બંને તરફથી તાબડતોબ ફાયરિંગ કરાવા લાગ્યું. મારપીટ અને ફાયરિંગની આ ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે, જેમાં 9 લોકોને ગોળી વાગી છે. આ ઘટના જિલ્લાના નુઆંવ થાણાંના સાતેય રવેતી ગામની છે.

હિંસક ઝપાઝપી પછી શરૂ થયું ફાયરિંગ
જણાવવામાં આવી રહ્યું છે કે ભૂમિ વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને બંને પક્ષોમાં મારામારી શરૂ થઈ ગઈ હતી. દરેક ઘાયલોને પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ તેમના વ્યવસ્થિત ઈલાજ માટે બનારસ ખસેડવામાં આવ્યા. ઘટનાની સૂચના પોલીસને મળતા જ  પોલીસ ગામમાં પહોંચી અને તે બાદ આ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. આ ઘટના વિશે કૈમૂર એસપી દિલજવાન અહમદે જણાવ્યું કે જૂના વિવાદને લઈને બંને પક્ષોમાં મારામારી અને ગોળીબાર થયો છે. આ ઘટના બાદ 2 ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જપ્ત કર્યા હથિયાર
એસપીએ જણઆવ્યું કે જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવી હતી. તે હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યું છે. એસપી એ જણાવ્યું છે કે આ બાબતે તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાત હોવાના કારણે કેટલા લોકો હજી કેટલા લોકો ઘાયલ થયા છે તે જણાવવું મુશ્કેલ છે. રિફર કરાયેલા લોકો માંથી ઘણાં લોકોની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.
First published: November 13, 2019, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading