Home /News /gujarat /

બિહારના રાજ્યપાલ ભગવાન દ્વારકાધિશના દર્શને,સ્મૃતિચિત્રથી કરાયું સ્વાગત

બિહારના રાજ્યપાલ ભગવાન દ્વારકાધિશના દર્શને,સ્મૃતિચિત્રથી કરાયું સ્વાગત

  • News18
  • Last Updated :
દ્વારકાઃ બિહારના રાજ્યપાલ  શ્રી રામનાથ કોવિદ તથા તેમના ધર્મપત્ની આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા.સવારે દશ વાગ્યે દ્વારકાના એર ફિલ્ડ પર ઉતરાણ કર્યા બાદ બાય રોડ બેટ-દ્વારકા દર્શન કરવા ગયા હતા. બેટ-દ્વારકામાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.

ત્યાંથી લગભગ સાડા બાર વાગ્યે દ્વારકાના મુખ્ય મંદિરે પહોચીયા હતા.દ્વારકાની દેવસ્થાન સમિતિ સંસ્થાની પણ મુલાકાત લીધી હતા. તે પ્રસંગે દેવભૂમિ દ્વારકાના કલેકટર એ.એચ.પટેલે દ્વારકાદિશની સ્મૃતિ ચિત્ર આપીને રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ દ્વારકાદિશના મુખ્ય મંદિરે ભગવાનના દર્શન કરી પાદુકા પૂજન કર્યું હતું,બિહારના રાજ્યપાલની આ ટુકી મુલાકાત દરમ્યાન દેવભૂમિ દ્વારકાના કલેકટર એ.એચ.પટેલે,જીલ્લા પોલીસ વડા આર.જે.પારધી,જીલ્લા ડી.વાય.એસ.પી  જે.સી.કોઠીયા,તેમજ દ્વારકાના મામલતદાર,ડી.એસ.ઓ. હાજર રહ્યા હતા.

રાજ્યપાલનું બપોરનું ભોજન દ્વારકા નજીકના ગોવર્ધન રિસોર્ટ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી,બપોરના ભોજન બાદ બિહારના રાજ્યપાલ દ્વારકા હેલીપેડ ઉપરથી બિહાર જવામાટે હેલીકોપ્ટર દ્વારા ઉડાન ભરી હતી.
First published:

Tags: દર્શન, દ્વારકાધીશ, ધર્મભક્તિ, રાજકારણ

આગામી સમાચાર