1 ડિસે.એ નવો નિયમ લાગુ થશે, ફટાફટ ગાડી પર લગાવી દેજો આ સ્ટીકર, નહી તો ખર્ચો થશે ડબલ

News18 Gujarati
Updated: November 22, 2019, 6:44 PM IST
1 ડિસે.એ નવો નિયમ લાગુ થશે, ફટાફટ ગાડી પર લગાવી દેજો આ સ્ટીકર, નહી તો ખર્ચો થશે ડબલ
1 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજીયાત થશે

જે વાહનોમાં ફાસ્ટેગ નહી લાગેલુ હોય, તેમણે ફાસ્ટેગ વાહનો માટે બનાવેલી લાઈનમાંથી પસાર થતા ડબલ ટેક્સ ચૂકવવો પડશે

  • Share this:
શિયાળાની શરૂઆત થઈ ચુકી છે, મોસમ શાનદાર બની રહ્યું છે. ટુંક સમયમાં ડિસેમ્બર આવશે અને તેની સાથે જ તમે ન્યૂ યર અને ક્રિસમસને હરવા-ફરવાને લઈ એક્સાઈટેડ પણ હશો. જેથી તમને આજે એક મહત્વપૂર્ણ જાણકારી અમે આપવા જઈ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર બાદ તમારે હાઈવે પર કાર લઈને જતા સમયે થોડી સાવધાની રાખવી પડશે. કેમ કે, કોઈ વાહન ફાસ્ટેગ સ્ટીકર લગાવ્યા વગર ટોલ પ્લાઝામાં ફાસ્ટેગની લાઈનમાંથી પસાર થશે તો, તે વાહન ચાલકે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

1 ડિસેમ્બર બાદ ચૂકવવો પડશે ડબલ ટેક્સ - કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે આ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, 1 ડિસેમ્બરથી ટોલ ટેક્સ ચૂકવણી ગેટથી માત્ર ફાસ્ટેગ દ્વારા જ થશે.

તેમણે કહ્યું કે, જે વાહનોમાં ફાસ્ટેગ નહી લાગેલુ હોય, તેમણે ફાસ્ટેગ વાહનો માટે બનાવેલી લાઈનમાંથી પસાર થતા ડબલ ટેક્સ ચૂકવવો પડશે. જોકે, ટોલ પ્લાઝા પર એક લાઈન એવી પણ હશે, જ્યાં ફાસ્ટેગ સ્ટીકર ન લાગેલા વાહનો પસાર થઈ શકશે, જ્યાં સામાન્ય ટોલ ટેક્સ જ વસુલવામાં આવશે. ગડકરીએ કહ્યું કે, દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો પર 537 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સ્ટીકર વગર ફાસ્ટેગની લાઈનમાંથી પસાર થવા પર ડબલ ટેક્સ ચુકવવો પડશે.

ફાસ્ટેગ શું છે?
ફાસ્ટેગ વાહનો પર એક ઈલેક્ટ્રોનિક રીતે વાંચી શકાય તેવું ટેગ લગાવવામાં આવે છે. ત્યારબાદ વાહન જ્યારે ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે, તો ત્યાં લાગેલું મશીન તે ટેગ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે ટેક્સ વસુલ કરી લે છે. આ પ્રથાથી વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઉભા રહી ચુકવણી નહી કરવી પડે. ગડકરીએ કહ્યું કે, ફાસ્ટેગને લોકપ્રિય બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એક ડિસેમ્બર સુધી તેને નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જોકે, ફાસ્ટેગને વાહન ચાલક પોતાની જરૂરત મુજબ ચાર્જ કરાવી શકે છે. જેથી ટોલ પ્લાઝામાંથી નીકળતા સમયે તેનાથી ટોલ રકમની ચૂકવણી પુરી કરી શકાય. 1 ડિસેમ્બર બાદ NHAI ફાસ્ટેગ માટે રકમ લેશે. ગડકરીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં NHAIની વાર્ષિક આવક વધી એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. આગામી બે વર્ષમાં NHAIનો ટોલ રાજસ્વ 30 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે.આ નંબર પર મળશે ફાસ્ટેગની જાણકારી - આની જાણકારી ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરી લઈ શકો છો. તેમણે કહ્યું કે, દિલ્હી એનસીઆરના 50 પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગ ઉપલબ્ધ છે. ફાસ્ટેગને જીએસટી સાથે જોડવાની પણ યોજના છે.
First published: November 22, 2019, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading