શું તમે Paytm વાપરો છો? તો તમને થઇ શકે છે મોટું નુકસાન

Paytmએ પોતાના ગ્રાહકોને ઝાટકો આપતા બચત ખાતા ઉપર મળનારા વ્યાજને ઓછું કરી દીધું છે.

Paytmએ પોતાના ગ્રાહકોને ઝાટકો આપતા બચત ખાતા ઉપર મળનારા વ્યાજને ઓછું કરી દીધું છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ જો તમને Paytm વાપરો છો તો તમને આ સમાચાર જાણવા માટે તમારા માટે ખુબજ જરૂરી છે. Paytmએ પોતાના ગ્રાહકોને ઝાટકો આપતા બચત ખાતા (Saving Account)ઉપર મળનારા વ્યાજને (Interest) ઓછું કરી દીધું છે. (Paytm Payment Bank) Paytm પેમેન્ટ બેન્કે સેવિંગ એકાઉન્ટ ઉપર મળનારા વ્યાજદરોમાં અડધા ટકાનો ઘટાડો કરીને 3.5 ટકા કરી દીધો છે.

  Paytm બેન્ક તરફથી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે આ ઘટાડો પહેલી નવેમ્બરથી પ્રભાવીત થશે. આ સાથે જ Paytm પેમેન્ટ બેન્કે પોતાના ગ્રાહકોને (Fixed deposit scheme)ફિક્સ ડિપોઝિટ સ્કીમની ઘોષણા કરી છે.

  SBIએ પણ ઘટાડ્યું સેવિંગ એકાઉન્ટ ઉપર મળનારું વ્યાજ
  ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇએ સેવિંગ એકાઉન્ટની જમા રાશી ઉપર વ્યાજ દર ઘટાડ્યા છે. એસબીઆિ સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખનારા લોકોને 3.25 ટકાના હિસાબે વ્યાજ આપશે. હવે પેટીએમ પેમેન્ટ બેન્ક પણ પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. આની અસર એ ગ્રાહકોને પડશે જેમના પેટીએમ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ છે.

  આ પણ વાંચોઃ-સસ્તા થયા Nokiaના આ બજેટ સ્માર્ટફોન, હવે આટલી થઇ કિંમત

  FD ઉપર Paytm આપે છે 7.5 ટકા વ્યાજ
  બેન્કના એમડી સતીશ કુમાર ગુપ્તાના કહેવા પ્રમાણે રિઝર્વ બેન્કે (RBI)હાલ રેપો રેટને ઘટાડીને 5.15 ટકા કરી દીધો છે. પાછલા 12 મહિનાઓમાં કેન્દ્રીય બેન્ક રેપો દરમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે.

  આ પણ વાંચોઃ-SBIના ગ્રાહકોને 'ડબલ ફટકો', હવે લૉન લેવા પર આટલી આપવી પડશે પ્રોસેસિંગ ફી

  આ પણ વાંચોઃ-IRCTCમાં પૈસા લગાવનાર માટે સારા સમાચાર, મળી શકે છે 70% ફાયદો

  જેના કારણે આ પગલું ભરવું પડ્યું છે. આ ઉપરાંત Paytm ગ્રાહકોને એક રૂપિયામાં પણ એફડી ખાતું ખોલવાની તક આપે છે. પેટીએમ એફડી ઉપર 7.5 ટકા વ્યાજ આપે છે. પેટીએમમાં એફડીની આંશિક યા પૂરી રકમ કોઇપણ શુલ્ક વગર નીકળા શકાશે.
  Published by:user_1
  First published: