Coronavirus : મુંબઈ પર મોટો ખતરો, ધારાવીથી આવ્યા મોટા સમાચાર, ડૉક્ટર પણ સંક્રમિત

News18 Gujarati
Updated: April 3, 2020, 5:12 PM IST
Coronavirus : મુંબઈ પર મોટો ખતરો, ધારાવીથી આવ્યા મોટા સમાચાર, ડૉક્ટર પણ સંક્રમિત
બીએમસીએ આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ મારી દીધો છે.

એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવીમાં કોરોના બૉમ્બ ફૂટ્તા હડકંપ

  • Share this:
મુંબઈ : એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે અહીં 35 વર્ષિય ડોક્ટરને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ અહીંનો ત્રીજો કેસ છે. ધારાવીના એક સંક્રમિત વ્યક્તિનું બુધવારે અવસાન થયું. ગુરુવારે, અન્ય એક વ્યક્તિને કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં તે વરલી વિસ્તારનો છે પરંતુ ધારાવીના માહીમ ફાટક રોડ પાસે કામ કરતો હતો. આ ઘટના બાદ બીએમસીની ચિંતા વધી ગઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, દર્દી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ સાથે જોડાયેલા છે

5 વર્ષીય ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારજનોને શાંત્વના આપવામાં આવી છે. બીએમસી (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) ડૉક્ટરનાં સંપર્કમાં રહેલા વ્યક્તિઓને શોધી રહી છે બીએમસીએ જ્યાં રહે છે તે ધારાવીના એરિયાને સીલ કરી દીધી છે.

આ પણ વાંચો :  Covid-19 : ખુશખબર! લૉકડાઉનના કારણે કાર્બનનું સ્તર ઘટ્યું, 75 વર્ષનાં રેકોર્ડ તૂટશે!

ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે, બુધવારે 46 વર્ષીય વ્યક્તિનાં મોત બાદ અધિકારીઓએ સમગ્ર વિસ્તારને સીલ માર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનાર વ્યક્તિની આસપાસ રહેતા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  સુરત : મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા, 9 માસનો ગર્ભ છતાં લૉકડાઉનમાં સેવા શરૂ રાખી

રાજ્યમાં કોરોના વાયરસને લીધે અત્યાર સુધીમાં 423 લોકોમાં કોરોનાનો ચેપ લાગવાની પુષ્ટિ થઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 21 પર પહોંચી ગઈ છે. મુંબઈ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. હેલ્થ બુલેટિન મુજબ બુધવારે સાંજથી એક મહિલા સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં ચાર અને પુણેમાં એક વ્યક્તિના મોત સાથે મૃતકોની સંખ્યા 21 થઈ છે.

 
First published: April 3, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading