લોકડાઉન વચ્ચે SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ-ઓટો- પર્સનલ લોન અંગે કરી આવી જાહેરાત

આ બેન્ક દ્વારા MCLRમાં સતત 12મી વખત અને નાણાંકિય વર્ષ 2020-21માં બીજી વખત ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલમાં એસબીઆઈએ વ્યાજદરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો.

આ બેન્ક દ્વારા MCLRમાં સતત 12મી વખત અને નાણાંકિય વર્ષ 2020-21માં બીજી વખત ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલમાં એસબીઆઈએ વ્યાજદરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ (SBI-State Bank of India)એ લોકડાઉન (SBI reduces lending rates by 15 bps) વચ્ચે પોતાના ગ્રાહકોને મોટો ભેટ આપતા વ્યાજદોરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે વ્યાજદરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાદરો 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા થયા છે. નવા દર 10 મેથી લાગુ થશે. આ બેન્ક દ્વારા MCLRમાં સતત 12મી વખત અને નાણાંકિય વર્ષ 2020-21માં બીજી વખત ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલમાં એસબીઆઈએ વ્યાજદરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. (ફાઈલ તસવીર)


    આ નિર્ણય બાદ MCLR ઉપર આધારિત લોન ઉપર EMI ઘટી જશે. RBIએ કોરોના વાયરસ વચ્ચે અર્થવ્યવસ્થાને વધારવા માટે માર્ચમાં રેપો રેટ 0.75 ટકા ઘટાડ્યો હતો. બેન્કો માટે લેન્ડિંગ ઈન્ટરેસ્ટ રેટ નક્કી કરવાના ફોર્મૂલ્યાના નામ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેડિંગ રેટ છે. (ફાઈલ તસવીર)


    આરબીઆઈ દ્વારા બેન્કોએ નક્કી કરેલા ફોર્મૂલા ફંડના માર્જિનલ કોસ્ટ ઉપર આધારીત છે. આ ફોર્મૂલાનો ઉદેશ્ય કસ્ટમરને ઓછા વ્યાજદરનો ફાયદો આપવાનો છે. બેન્કો માટે ઈન્ટરેસ્ટ રેટ નક્કી કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનું છે. (ફાઈલ તસવીર)


    એપ્રિલ, 2016થી જ બેન્ક નવા ફોર્મૂલા અંતર્ગત માર્જિનલ કોસ્ટથી લેન્ડિંગ રેટ નક્કી કરી રહી છે. સાથે જ બેન્કોને દર મહિને એમસીએલઆરની જાણકારી આપવાની હોય છે. આરબીઆઈ દ્વારા રજૂ કરેલા આ નિયમથી બેન્કોને વધારે પ્રતિસ્પર્ધી બનાવવામાં મદદ મળશે. અને ઈકોનોમિક ગ્રોથ મળવામાં પણ આનો લાભ મળવાની આશા હતી. (ફાઈલ તસવીર)


    એમસીએલઆર ફોર્મૂલાનો ફાયદો નવા કસ્ટરમની સાથે જૂના કસ્ટમરને પણ મળશે. જે કસ્ટમરે એમસીએલઆર બદલવા પહેલા લોન લીધી છે. તેમની લોન લેન્ડિંગ રેટ ફોર્મૂલાથી જૂડાયેલા છે. તો એમસીએલઆર ઘટનાની સાથે જ તેની ઈએમઆઈ પણ ઓછી થઈ જશે. (ફાઈલ તસવીર)
    Published by:user_1
    First published: