Home /News /gujarat /Breaking News: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં મોટો વિસ્ફોટ, 6 લોકોના મોત, 53 ઈજાગ્રસ્ત

Breaking News: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં મોટો વિસ્ફોટ, 6 લોકોના મોત, 53 ઈજાગ્રસ્ત

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના એક વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. (તસવીર-એફપી)

Istanbul blast video: આ વિસ્ફોટ ગીચ ભીડવાળા રસ્તા પર થયો છે. આ ધડાકા બાદના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે જતા જોઇ શકાય છે.

    ઈસ્તાંબુલ: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના અત્યંત વ્યસ્ત વિસ્તાર ઇસ્તિકલાલમાં એક મોટો વિસ્ફોટ થયો છે, જેમાં લગભગ 6 લોકોના મોત થયા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને ઈસ્તાંબુલની મુખ્ય શેરીમાં થયેલા વિસ્ફોટને "હુમલો" ગણાવ્યો અને કહ્યું છે કે છ લોકોના મોત થયા છે. ઇન્ડોનેશિયામાં G20 સમિટમાં ભાગ લેવા માટે રવિવારે રવાના થતા પહેલા એર્દોગને કહ્યું હતું કે વિસ્ફોટ એક "વિશ્વાસઘાત હુમલો" હતો અને તેમાં સામેલ ગુનેગારોને સજા કરવામાં આવશે. એર્દોઆને કહ્યું કે ચાર લોકોનું ઘટનાસ્થળે અને બે લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.

    ઈસ્તાંબુલના ગવર્નર પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટનામાં 53 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. તુર્કીના સ્થાનિક મીડિયા અનુસાર, વિસ્ફોટ રાહદારીઓથી ભરેલી શેરીમાં થયો હતો. આ બ્લાસ્ટ પછીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જતા જોઈ શકાય છે. ઈસ્તાંબુલના ગવર્નરે ટ્વીટ કરીને જણાવ્યું કે શહેરમાં થયેલા વિસ્ફોટમાં કેટલાક લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.



    તુર્કી મીડિયાની રિપોર્ટ અનુસાર, ભીડભાડ વાળા ઈસ્તિકલલા એવન્યૂમાં રવિવારે ભિષણ વિસ્ફોટ થયો છે જેમા 11 લોકો ઘાયલ થયા છે. તુર્કીના મીડિયાએ રવિવારે આ જાણકારી આપી હતી. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, એમ્બ્યુલન્સ, ફાયર ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી. સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે, દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે.

    ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં આગની જ્વાળાઓ અને જોરદાર વિસ્ફોટ થતો જોઇ શકાય છે. ત્યાં જ ધડાકાનો અવાજ સંભળાતા બજારમાં ફરતા લોકો જ્યાં-ત્યાં ભાગતા નજર આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ દેખાઇ રહ્યો છે. આ વિસ્ફોટ સાંજે 4:20 વાગે થયો હતો. ઘણા ટીવી મીડિયાએ ઈસ્તાંબુલના બેયોગ્લૂમાં લોકપ્રિય ઈસ્તિકલાલ સ્ટ્રીટ પર એમ્બ્યુલન્સ અને પોલીસને ઘટનાસ્થળ તરફ જતા જોઇ શકાય છે.
    Published by:rakesh parmar
    First published:

    विज्ञापन
    विज्ञापन