Home /News /gujarat /IIMA અમદાવાદના લોગોમાં થયો મોટો ફેરફાર, જાણો જૂના અને નવા લોગો વચ્ચે શું બદલાયું?

IIMA અમદાવાદના લોગોમાં થયો મોટો ફેરફાર, જાણો જૂના અને નવા લોગો વચ્ચે શું બદલાયું?

IIMAના લોગોમાં થયો મોટો ફેરફાર

IIMA: સંસ્થાએ આઈઆઈએમએ બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા લેવામાં આવેલા બે નિર્ણયો શેર કર્યા છે. એક નવી ડિઝાઇન, નવીકૃત લોગો સાથે વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સંસ્થાએ જૂના કેમ્પસના કેટલાક ભાગોના પુનર્નિર્માણ/નવીનીકરણ સાથે આગળ વધવાના IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના નિર્ણયની પણ જાણ કરી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: દેશના પ્રમુખ વૈશ્વિક પ્રબંધન સંસ્થાન એવા ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ દ્વારા આજે તેની ભાવિ વિકાસ યોજનાઓને અનુરૂપ બે મુખ્ય પહેલોની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાએ આઈઆઈએમએ બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા લેવામાં આવેલા બે નિર્ણયો શેર કર્યા છે. એક નવી ડિઝાઇન, નવીકૃત લોગો સાથે વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સંસ્થાએ જૂના કેમ્પસના કેટલાક ભાગોના પુનર્નિર્માણ/નવીનીકરણ સાથે આગળ વધવાના IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના નિર્ણયની પણ જાણ કરી હતી. જે સંસ્થાના વિકાસ લક્ષ્યોના ભાગ રૂપે કેમ્પસમાં રહેવાસીઓની સલામતીને સુનિશ્ચિત કરવા તથા કેમ્પસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને સરળ બનાવવાના બે ઉદ્દેશથી પ્રેરિત છે.

વૈશ્વિક નેતા તરીકે સંસ્થાને બુલંદ રાખવાનો વિચાર


પુન:નવીકૃત લોગોનો ઉદ્દેશ હાલના IIMA લોગોના તમામ ઘટકોને જાળવી રાખીને આબેહૂબ અને વાઇબ્રન્ટ બ્રાન્ડ ઓળખ આપવાનો છે. નવી વેબસાઇટ સમગ્ર વિશ્વમાં મેનેજમેન્ટની અગ્રણી સંસ્થા તરીકે IIMAના સ્થાનને પ્રતિબિંબિત કરશે. વેબસાઇટને સંભવિત વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે વધુ સંલગ્ન બનાવવાનો અને સંસ્થાની સશક્ત અને વૈશ્વિક છબીને જાળવી રાખીને સંશોધન, શિક્ષણ, નવીનતામાં વૈશ્વિક નેતા તરીકે સંસ્થાના અવાજને બુલંદ રાખવાનો વિચાર છે.

આ પણ વાંચો: લ્યો બોલો.. હવે ચોરો મહિલાના કપડા પહેરી ચોરી કરવા લાગ્યા, ઘટના CCTVમાં કેદ

લોગોમાં ખાસ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો


ડીજીટલીકરણને પ્રાથમિકતા આપનાર વિશ્વમાં, નવીકૃત કરેલા લોગોમાં એક શબ્દચિહ્ન તરીકે 'IIMA' છે જે અમદાવાદની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેની વિશિષ્ટ ઓળખની માન્યતા છે જે તેની શરૂઆતથી આ શહેર સાથેના જોડાણ પર બનેલ છે. સંસ્કૃત શિલાલેખ विद्या विनियोगाद्विकासः (જ્ઞાનના વિતરણ અથવા ઉપયોગ દ્વારા વિકાસ) એ લોગોનો અભિન્ન ભાગ છે. આ લોગોમાં નેવી બ્લુ રંગમાં સ્પષ્ટ અને બોલ્ડ રેખાઓ અને વળાંકો સાથે 'જાળી' કારીગરીને પણ નવીન કરવામાં આવી છે, જે લોગોને કલાના મૂળ સૌંદર્ય-શાસ્ત્રને જાળવી રાખીને, તેને કોઈપણ ઉપકરણ પર ડિજીટલ રીતે ઓળખી શકાય તેવું અને તમામ ફોર્મેટમાં સ્વીકાર્ય બનાવે છે. સંસ્થાના લોગોમાં 'જાળી' ભારતના પશ્ચિમે સ્થિત શહેર અમદાવાદમાં સંસ્થાના મૂળનું પ્રતીક છે.

કેમ્પસમાં કેટલીક ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવશે


IIMA બોર્ડનો બીજો નિર્ણય જૂના કેમ્પસમાં કેટલીક ઇમારતોના પુનઃનિર્માણને લગતો છે, સંસ્થા તેના પૂર્વોત્તર અને પ્રતિષ્ઠિત આર્કિટેક્ચર સહિત સમૃદ્ધ વારસા પર ગર્વ અનુભવે છે, જે વિશ્વ-કક્ષાની અગ્રણી સંસ્થામાં તેના વિકાસમાં મુખ્ય હતા. જો કે, સમય જતાં, કેટલીક ઇમારતો માળખાકીય નુકસાન, જર્જરપણાનો સામનો કરી રહી છે અને રહેવા માટે અયોગ્ય બની ગઈ છે, જે કેમ્પસના રહેવાસીઓ માટે સલામતીની ચિંતા ઊભી કરે છે. આ બાબતે ચર્ચાઓ અને પરામર્શ, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત નિષ્ણાતોની આગેવાની હેઠળના અહેવાલો સહિત, લગભગ 40 વર્ષથી અને છેલ્લા બે દાયકાથી વ્યાપકપણે ચાલુ છે. જુલાઇ 1982માં બિલ્ડીંગ કમિટીની બેઠકમાં સૌપ્રથમ સ્ટ્રક્ચર ના જર્જરિત થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મહેસાણામાં મોટી દુર્ઘટના ટળી, ગુડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટાથી ઉતરી જતાં તંત્ર દોડતું થયું

નવીનીકરણ માટે વિવિધ ટીમો બનાવામાં આવી


પ્રથમ IIT રૂરકીના માળખાકીય અને ભૂકંપ ઇજનેરોનું જૂથ હતું અને બીજું, પુનઃસ્થાપન નિષ્ણાતો, આર્કિટેક્ટ્સ અને માળખાકીય ઇજનેરોનો સમાવેશ કરતું આંતરરાષ્ટ્રીય જૂથ હતું. બોર્ડે ડિસેમ્બર 2020 પહેલા મુખ્ય હિતધારકો (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો) સાથે પરામર્શની પ્રક્રિયા શરૂ કર્યા પછી નિર્ણયને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. નિર્ણયને અનુરૂપ, સંસ્થા D15 સિવાયના ફેકલ્ટી બ્લોક્સ, ક્લાસરૂમ કોમ્પ્લેક્સ અને છાત્રાવાસોના વધુ પુનઃસ્થાપનને ચાલુ રાખશે નહીં.

કાર્યક્ષમતામાં સુધારો કરવા RFP પ્રક્રિયા શરૂ કરાશે


સાવચેતીપૂર્વક વિચારણા કર્યા પછી, ફેકલ્ટી બ્લોક્સ, ક્લાસરૂમ કોમ્પ્લેક્સ અને પેરિફેરલ છાત્રાવાસ 16 થી 18 ના પુનઃનિર્માણ માટે પાછળથી સમાન બાહ્ય અગ્રભાગ, ધરતીકંપની દૃષ્ટિએ સલામત માળખું અને આંતરિક જગ્યાના બિન-મુખ્ય નવીનીકરણ. વપરાશકર્તાઓની જરૂરિયાતોને અનુરૂપ તેની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે RFP પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અન્ય છાત્રાવાસોને લુઈસ કાહ્ન વારસાને અનુરૂપ અને કેમ્પસના વર્તમાન અને ભાવિ રહેવાસીઓની કાર્યાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુનઃનિર્માણ કરવામાં આવશે. "છેલ્લા બે દાયકામાં, સંસ્થાએ ઇમારતોનું નિયમિત નિરીક્ષણ, અભ્યાસ અને સમારકામ હાથ ધર્યું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन