Home /News /gujarat /

BIG Accident : અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઈ રહેલ બનાસકાંઠાના યાત્રિકોને નડ્યો અકસ્માત, 7ના મોત, 25 ઈજાગ્રસ્ત

BIG Accident : અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઈ રહેલ બનાસકાંઠાના યાત્રિકોને નડ્યો અકસ્માત, 7ના મોત, 25 ઈજાગ્રસ્ત

અંબાજીથી રામદેવરા જઈ રહેલ બનાસકાંઠાના યાત્રિકોને નડ્યો અક્સમાત, 7ના મોત, 25 ઈજાગ્રસ્ત

BIG Accident : અકસ્માતની આ ઘટના રાજસ્થાન (Rajasthan) ના પાલી વિસ્તારના સુમેરપુરના પાલડી રોડ પર થઈ હોવાની માહિતી મળી રહી છે. જેમાં 7 લોકોના સ્થળ પર મોત થયા છે. જ્યારે 25 જેટલા ઘાયલ. યાત્રિકો અંબાજી (Ambaji)થી રામદેવરા (Ramdevra) જઈ રહ્યા હતા.

વધુ જુઓ ...
    BIG Accident : અંબાજી (Ambaji) થી રામદેવરા (Ramdevra) જતા રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 7 યાત્રિકોના સ્થળ પર મોત થયા છે, જ્યારે 25 જેટલા ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટનાની જાણ થતા તંત્ર તરફથી મદદ માટે એમ્બ્યુલન્સ રવાના ઓથઈ ગઈ છે, સાથે પોલીસ પણ સ્થળ પર જવા રવાના થઈ ગઈ છે.

    અકસ્માતની આ ઘટના રાજસ્થાનના પાલી વિસ્તારના સુમેરપુરના પાલડી રોડ પર થઈ હોવાની માહિતી મળી રહી છે. જેમાં 7 લોકોના સ્તળ પર મોત થયા છે. જ્યારે 25 જેટલા ઘાયલ યાત્રિકોને તત્કાલીન સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સ પહોંચી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આજે રાત્રે રામદેવરા જાત્રસ પાસે ટ્રેક્ટર અને ટ્રકની અડફેટી આવી ગયું હતુ. ટ્રેક્ટરની ટ્રોલીમાં 30 જેટલા યાત્રિકો સવાર હતા. અકસ્માત એટલે જબરદસ્ત હતો કે, 7 લોકોના તો સ્થળ પર જ મોત થયા છે. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને સ્થાનિકોની મદદથી ઘાયલોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

    પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલોને સુમેરપુર અને શિવગંજ અને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગત અનુસાર, તમામ યાત્રિકો બનાસકાંઠાના દાંતાના કુકડી ગામના રહેવાસી હતા, જેઓ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા.

    આ પણ વાંચોસુરતમાં ગુંડા રાજ VIDEO: હપ્તાખોરી કરતા ટ્રાફિક પોલીસને ખુલ્લી પાડવા ગયેલા વકીલને જાહેરમાં માર્યો માર

    ગટનાની જાણ સુમેરપુરના ધારાસભ્ય જોરારામ કુમાવત, એસડીએમ, અને ડીએસપીને થતા તેઓ પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા હતા. પોલીસે હાલમાં અકસ્માતમાં મોતને ભેટનાર લોકોને પણ હોસ્પિટલ મોકલાવાની તજવીજ હાથ ધરી, અકસ્માત કેવી રીતે સર્જાયો અને અકસ્માતમાં મરનાર લોકો કોણ ચે તે મામલે તપાસ શરૂ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Accident News, Banaskatha, Banaskatha Accident, Banaskatha News, Rajasthan latest news, Rajasthan news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन