ભૂકંપે ફરી ગુજરાત સહિત ઉત્તર ભારતને ધ્રુજાવ્યું...કેન્દ્ર બિદું નેપાળમાં
ભૂકંપે ફરી ગુજરાત સહિત ઉત્તર ભારતને ધ્રુજાવ્યું...કેન્દ્ર બિદું નેપાળમાં
અમદાવાદઃ દિલ્હીના અેનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં મંગળવારે બપોરે 12.39 કલાકે આવેલા ભૂકંપના આંચકાથી અફરા તફરી મચી ગઇ છે. ભુકંપનું કેન્દ્ર બિદુ ફરી એકવાર નેપાળમાં 18 કિલોમીટર જમીનમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 7.1ની દર્શાવાઇ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તામાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે અમદાવાદ સહિત રાજ્યમાં પણ ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અમદાવાદ # ગુજરાત, દિલ્હી, અેનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત મંગળવારે બપોરે 12.35 કલાકે ફરી એકવાર ભૂંકપથી ધ્રુજી ઉઠ્યું, ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. ભુકંપનું કેન્દ્ર બિદુ ફરી એકવાર નેપાળમાં કાઠમંડુથી 83 કિમી દુર હોવાનું તથા જમીનથી 18 કિલોમીટર નીચે હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 7.1ની દર્શાવાઇ છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તામાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે અમદાવાદ સહિત રાજ્યમાં પણ ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બપોરના સમયે આવેલા ભૂકંપને પગલે ઉંચા બિલ્ડીંગોમાં નોકરી પર હાજર કર્મચારીઓ ભયના માર્યા નીચે દોડી આવ્યા હતા.
ઉત્તર ભારત સહિત બિહાર,ઝારખંડ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં મંગળવારે બપોરે 12.38 કલાકે એકાએક ધરતી ધ્રુજવા લાગી હતી. જો કે ભુકંપ આવ્યાની જાણ થતાં લોકો બિલ્ડીગો અને મકાનોની બહાર દોડી આવ્યા હતા.
ભુકંપનું કેન્દ્ર બિદુ નેપાળમાં 18 કિલોમીટર જમીનમાં 27.6 ઉત્તર અક્ષાંસ અને 86.0 પુર્વ અક્ષાંસે હતું. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 7.1ની બહાર આવી છે.
ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકો બિલ્ડીંગ અને ઓફિસોમાંથી રસ્તા પર દોડી આવ્યા હતા.
ગુજરાતમાં ત્રીજા દિવસે બીજો ઝટકો
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ભૂકંપનો આ બીજો ઝટકો આવ્યો છે. ગત તારીખ 9મીએ બપોરે 1 કલાકે 1 મિનિટ અને 41 મિનિટે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.4 રીક્ટર સ્કેલ નોંધાઇ હતી અને એનું કેન્દ્ર બિન્દુ જમીનથી 10 કિમી નીચે નોંધાયું હતું.
નેપાળમાં 10 દિવસમાં 23 ઝટકા
ચાલુ મહિનાના પ્રારંભે આવેલા ભૂકંપને નેપાળમાં તબાહી મચાવી દીધી છે. જેમાં હજારો લોકોના મોત નીપજ્યાં છે. આ સંજોગોમાં છેલ્લા 10 દિવસમાં નેપાળમાં ભૂકંપના 23 જેટલા ઝટકા આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર