અંજારની ત્રણ બહેનોની અનુકરણીય પહેલ, માટીના ગણેશની મુર્તિ બનાવી કરે છે વિતરણ

Parthesh Nair | Pradesh18
Updated: September 4, 2016, 2:43 PM IST
અંજારની ત્રણ બહેનોની અનુકરણીય પહેલ, માટીના ગણેશની મુર્તિ બનાવી કરે છે વિતરણ
દેશભરમાં ગણેશ ચર્તુથીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને જાગૃતો ઈકો ફ્રેન્ડલી મુર્તિઓનો આગ્રહ કરી રહ્યાં છે.

દેશભરમાં ગણેશ ચર્તુથીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને જાગૃતો ઈકો ફ્રેન્ડલી મુર્તિઓનો આગ્રહ કરી રહ્યાં છે.

  • Pradesh18
  • Last Updated: September 4, 2016, 2:43 PM IST
  • Share this:
ભૂજ# દેશભરમાં ગણેશ ચર્તુથીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને જાગૃતો ઈકો ફ્રેન્ડલી મુર્તિઓનો આગ્રહ કરી રહ્યાં છે. સામાન્ય રીતે લોકો ઉજવણીમાં જોડાય છે પણ એટલા જાગૃત નથી ત્યારે કચ્છની ત્રણ બહેનોએ સમાજમાં જાગૃતિ લાવવા અને પ્રયાવરણના બચાવ માટે અનુકરણીય પહેલ કરી છે.

Ganesh

અંજારની આ ત્રણ મહિલાઓએ છેલ્લા થોડા વર્ષોથી પોતાના ઘરમાં માટીના ગણેશજીની મુર્તિનું નિર્માણ કરી રહી છે. ચાંદનીબેન માથકીયા, હેતલબેન કોડરાણી અને માધવીબેન ગજજર દૈનિક રીતે વર્ષ ભર પોતાના ઘરમાં નવરાશના સમયમાં માટીના ગણેશું નિર્માણ કરે છે.

5

સતત ચાલતી આ કામગીરી થકી ત્રણેય સહેલીઓએ સાથે મળીને અત્યાર સુધી 650 મુર્તિઓનું નિશુલ્ક વિતરણ કર્યું છે ખાસ કરીને જ્યારે ગણેશ ઉત્સવ આવે છે ત્યારે સતત કામ કરીને આ બહેનો જે લોકો ઘરે પહોંચે તે તેમામને મુર્તિ નિશુલ્ક રીતે આપે છે. માત્રને માત્ર પર્યાવરણના બચાવ માટે અને લોકોને જાગૃત કરવા માટે આ કામ કરી રહ્યા છે.

4આ ઉપરાંત આ મહિલાઓએ જે લોકો ઈચ્છા રાખે તેમને મુર્તિ કઈ રીતે બનાવાય તેની તાલીમ પણ આપે છે. આ કાર્યથી પ્રેરાઈની અંજારના શાળાના તમામ બાળકોને ઈકો ફ્રેન્ડલી ગણેશ અંગે જાગૃત કરવા માટે એક પ્રદર્શનનું આયોજન પણ આ ત્રણ મહિલાઓ દ્વારા કરાયું હતુ. જેથી ભવિષ્યની પેઢી અત્યારથી જ જાગૃત થઈ શકે છે.

2

દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવાશે, ઠેર ઠેર હજારો લાખો મુર્તિ બજારમાં આવી ગઈ છે. મોટાભાગે આ તમામ મુર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી જ બને છે. અને મુર્તિના વિસર્જન પછી પર્યાવરણને પણ મોટુ નુકશાન થાય છે જ્યારે મુર્તિની હાલત જોઈને ધર્મપ્રેમીઓની દિલ દ્વવી ઉઠે છે ત્યારે કચ્છના અંજારની આ બહેનોએ દ્રષ્ટાંત અને પ્રેરણા બન્ને આપે છે.
First published: September 4, 2016, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading