BHEL Recruitment 2022: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (Bharat Heavy Electrical Limited, BHEL) એ વેલ્ડરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અહીંયા આપવામાં આવેલી લિંકદ્વારા કરો અરજી
BHEL Recruitment 2022: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (Bharat Heavy Electrical Limited, BHEL) એ વેલ્ડરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો BHEL Recruitment 2022 માટે ઓફિશિયલ વેબસાઇટ careers.bhel.in પર 14 ફેબ્રુઆરી 2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ પદો પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી, 2022થી શરૂ કરવામાં આવી છે. ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર આ ભરતી પ્રક્રિયા દ્વારા વેલ્ડરની 75 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
BHEL Welder Recruitment 2022- ભરતી વિશે માહિતી
પદ: વેલ્ડર
ખાલી પડેલા પદો: 75 પદો
માસિક પગાર: રૂ. 37,500 પ્રતિ માસ
BHEL Welder Recruitment 2022 – વર્ગ પ્રમાણે ખાલી જગ્યા
સામાન્ય: 37 પદો
SC: 11 પદો
ST: 03 પદો
OBC: 18 પદો
EWS: 06 પદો
કુલ: 75 પદો
BHEL Welder Recruitment 2022- લાયકાત
ઉમેદવારે ITI, (નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ) પાસ અને ભારતીય બોઈલર રેગ્યુલેશન્સ, 1950 મુજબ લાયક બોઈલર વેલ્ડરનું સર્ટિફિકેટ અને ઓછામાં ઓછો 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
BHEL Welder Recruitment 2022- વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની મહત્તમ વય 35 છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
BHEL Welder Recruitment 2022- અરજી ફી
અરજી ફી UPI:BHELNAGPUR@SBIના માધ્યમથી અથવા નાગપુર BHEL, PSER માટે બનાવેલા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અરજી ફી ચૂકવવાની રહેશે.