Home /News /gujarat /Bhavnagar Election Result live: ગારિયાધાર બેઠક પર AAP આગળ, તો ભાવનગર પ. બેઠક પર જીતુ વાઘાણી
Bhavnagar Election Result live: ગારિયાધાર બેઠક પર AAP આગળ, તો ભાવનગર પ. બેઠક પર જીતુ વાઘાણી
ભાવનગર જિલ્લાની સાત બેઠકોના પરિણામ લાઈવ
Bhavngar Election Result News: સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભા બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મોટા નેતાઓનું ભાવી આજે નક્કી થશે.
ભાવનગરઃ જિલ્લાની મહુઆ, તળાજા, ગરિયાધાર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ આ સાત બેઠકો પર રસાકસીનો જંગ જામ્યો છે. મહત્વનું છે કે જિલ્લાની 7 બેઠકો પૈકી છ બેઠકો પર ભાજપ વિજેતા રહ્યું હતું જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા.
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર કુલ 18 લાખ 32 હજાર 523 મતદારો નોંધાયેલા છે. જેમાંના 11 લાખ 14 હજાર 768 મતદાતાઓએ 1 ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની સાત બેઠક પર મતદાનનો 2017 જેવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જિલ્લાની સાત બેઠકોના મતદાનમાં સરેરાશ 1.35 ટકાનો ઘટાડો થયો છે. 2017માં સરેરાશ 62.18 ટકા મતદાન હતું, જ્યારે 2022માં સાત બેઠકનું સરેરાશ મતદાન 60.83 ટકા મતદાન નોંધાયું છે.
તેવામાં અત્યાર સુધીના ટ્રેન્ડની વાત કરીએ તો ભાવનગરની સાત બેઠકો પૈકી 2 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે તો ભાવનગર પશ્ચિમની હાઈ વોલ્ટેજ બેઠક પરથી જીતુ વાઘાણી પાછળ ચાલી રહ્યા છે.