Home /News /gujarat /Bhavngar, Amreli and Botad Election Result Live: અમરેલીથી પરેશ ધાનાણી આગળ તો ભાવનગરથી જીતુ વાઘાણી પાછળ
Bhavngar, Amreli and Botad Election Result Live: અમરેલીથી પરેશ ધાનાણી આગળ તો ભાવનગરથી જીતુ વાઘાણી પાછળ
ભાવનગર, અમરેલી અને બાટોદામાં દિગ્ગજોનું ભાવી દાવ પર લાગ્યું છે.
Bhavngar, Amreli and Botad Election Result News: સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં આજના ચૂંટણી પરિણામો ખૂબ જ મહત્વના બની રહેશે. જેમાં જીતુ વાઘાણી, પરેશ ધાનાણી અને અંબરિષ ડેર સહિતના દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય નક્કી થશે.
ભાવનગર\અમરેલી\બોટાદઃ સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાં આજે કુલ 14 બેઠકના પરિણામ જાહેર થશે. જેમાં તમામની નજર કેટલીક મોટા માથાના પરિણામો પર રહેશે. આ બેઠકો પૈકી ભાવનગર પશ્ચિમ પરથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, અમરેલી બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને રાજુલા બેઠક પરથી કોંગ્રેસના અંબરિષ ડેરના પરિણામો પર તમામ લોકોની નજર રહેશે.
આ 14 બેઠકો પૈકી મુખ્ય ત્રણ બેઠકની વાત કરીએ તો સૌ પ્રથમ ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર 2012માં ભાજપે હાલના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને ટિકીટ આપી હતી. જેમણે કોંગ્રેસના ડો મનસુખ કાનાણીને હરાવીને જીત મેળવી હતી. જે બાદ 2017માં પણ ફરી ભાજપે આ બેઠક પતી જીતુ વાઘાણીને જ ઉમેદવાર બનાવ્યા હતા. આ સમયે કોંગ્રેસે ક્ષત્રિય સમાજના આગેવાન દિલીપસિંહ ગોહિલને ટિકીટ આપી હતી. 2017માં પણ મતદાન બાદ પરિણામ આવતા જીતુ વાઘાણીને 83,701 મત મળ્યાં હતા અને કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા.
અમરેલી બેઠકના લેખા-જોખા
1991થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. જોકે છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી ભાજપને હાર આપતા આવ્યા છે. અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. આ સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ પણ અમરેલીની જ દેન છે. અમરેલી બેઠક અંતર્ગત અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કંકુ વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે.ૉ
2017ના ચૂંટણી પરિણામ પર એક નજર
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.