Home /News /gujarat /Bhavnagar West Assembly Election: ભાવનગર પશ્ચિમ પર જીતુ વાઘાણીનો ડબલ માર્જીનથી ભવ્ય વિજય

Bhavnagar West Assembly Election: ભાવનગર પશ્ચિમ પર જીતુ વાઘાણીનો ડબલ માર્જીનથી ભવ્ય વિજય

ભાવનગર જિલ્લામાં સાતમાંથી છ બેઠકો જીતવામાં ભાજપ સફળ રહી છે.

Bhavnagar West Assembly Election: ભાવનગર જિલ્લામાં સાતમાંથી છ બેઠકો જીતવામાં ભાજપ સફળ રહી છે. જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. કૉંગ્રેસ પાસે 2017માં તળાજા બેઠક હતી તે પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં સાતમાંથી છ બેઠકો જીતવામાં ભાજપ સફળ રહી છે. જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. કૉંગ્રેસ પાસે 2017માં તળાજા બેઠક હતી તે પણ ગુમાવવાનો વારો આવ્યો છે. આ વર્ષે કુલ 15 ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં હતી. તેમની સામે કોંગ્રેસના કિશોરસિંહ ગોહિલ હાર્યા છે.

2012માં પશ્ચિમ વિધાનસભા બેઠક 105 ઉપર 2012ની સ્થિતિ જાણીએ તો ભાજપે હાલના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને ટિકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પટેલ સમાજના ઉમેદવાર જાહેર કર્યા હતાં. ડો મનસુખ કાનાણી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતાં.

આ બેઠક પર પટેલ અથવા ક્ષત્રિય સમાજના ઉમેદવારો જીત મેળવતા આવ્યા છે. 2012 પહેલા શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર રહ્યાં હતાં. 2012માં મનસુખભાઇ કોંગ્રેસમાંથી ઉભા રહેતા 38,691 મત મળ્યા જ્યારે ભાજપના જીતુ વાઘાણીને 92,584 મત મળ્યા હતા. આમ જીતુભાઇએ 53,893 મતોથી જીત મેળવી હતી. જિલ્લાનું મતદાન 2012માં 69.12 ટકા રહ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ

ભાવનગર પશ્ચિમ બેઠક પર 2017માં ભાજપે ફરી જીતુ વાઘાણીને ટિકિટ આપી હતી. કોંગ્રેસે પટેલના બદલે ક્ષત્રિય સમાજના આગેવાન દિલીપસિંહ ગોહિલને ટિકીટ આપી હતી. મતદાન બાદ પરિણામ આવતા જીતુ વાઘાણીને 83,701 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને 56,516 મત મળ્યા હતાં. કોંગ્રેસની સ્થિતિ 2012 કરતા સુધરી હતી. આ બેઠક પર કુલ 62.59 ટકા મતદાન થયું હતું.

વર્ષ 2022ની ચૂંટણીમાં બેઠકનું મહત્વ


ભાવનગર જીલ્લામાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ રહેલું છે. જેનું એવું પણ કારણ આપી શકાય કે શહેર જીલ્લા સ્તરે કોંગ્રેસમાં સબળ નેતૃત્વનો અભાવ અને મતદારોનો જોખ ભાજપ તરફી વધુ જોવા મળી રહ્યો છે પરંતુ હાલનાં સમયમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા છે.

જોકે આમ આદમી પાર્ટીને ભાવનગર જીલ્લામાં કંઈક કરી બતાવવામાં વર્ષો લાગી જાય તેવું ગણિત રાજ્કીય પંડિતોનું છે. આમ આદમી પાર્ટીની ક્યાં કેટલું પાણી બતાવી શકે છે તે તો સમય જ બતાવશે. બીજી બાજુ ધારાસભ્ય જીતું વાઘાણી અને તેની આસપાસ રહેતી ચોકડીનાં કારણે ભાજપનો બહુ મોટો વર્ગ નારાજ જોવા મળી રહ્યો છે અને આ નારાજગી સંભવત ટીકીટ ફાળવણી વખતે જોવા મળી શકે છે.

વિવાદોમાં સંપડાયેલી રહે છે આ બેઠક


- જીતુ વાઘાણીને 2019ની લોક્સભા ચૂંટણી દરમિયાન 'હરામઝાદા' શબ્દનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી. જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે આ શબ્દ મોહમ્મદ સુરતી જેવા કૉંગ્રેસના નેતા માટે વાપર્યો હતો, જે 1993ના મુંબઈ બ્લાસ્ટ માટે દોષી ઠર્યો હતો.



-અમદાવાદ ભાવનગર અને ભાવનગર થી સોમનાથ સ્ટેટ હાઇવે બનવાનો હતો તેના બદલે નેશનલ હાઇવે બની ગયો. એટલું જ નહી નિયમ મુજબ હજુ 80% કામ પૂર્ણ થયું નથી. તેમ છતાં પ્રજા પાસે થી ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો છે આ બાબતે ભાવનગરની ભાજપની નેતાગીરી મૌન ધારણ કરી બેઠી છે એટલું જ નહી આ માર્ગો થી પસાર થનાર ધારાસભ્યો અને સાંસદોએ વિધાનસભા કે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો નથી.
First published:

Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Gujarat Elections

विज्ञापन