Home /News /gujarat /ભાવનગરમાં ઘાસ ભરીને જતી ટ્રક પલટી જતા 6થી વધુના મોત, ઘાયલોને સારવાર માટે ખસેડાયા

ભાવનગરમાં ઘાસ ભરીને જતી ટ્રક પલટી જતા 6થી વધુના મોત, ઘાયલોને સારવાર માટે ખસેડાયા

ભાવનગરમાં ઘાસ ભરેલો ટ્રક પલટી જતા સર્જાયો અકસ્માત

Bhavnagar accident: ભાવનગરમાં લીલુ ઘાસ ભરીને જતી ટ્રક રસ્તા પરથી ઉતરી ગયા બાદ પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરઃ જિલ્લાના વલભીપુરમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6થી વધુના મોત થઈ ગયા છે. લીલું ઘાસ ભરીને જે ટ્રક જઈ રહ્યી હતી તે પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતની જાણ થતા લોકો આસપાસમાંથી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ શરુ કરી હતી. બનાવની જાણ 108ને કરાતા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લીલુ ઘાસ લઈને જતા આ ટ્રકમાં 15 જેટલા લોકો સવાર હોવાની વિગતો મળી રહી છે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટ્રક પલટી જતા સર્જાયો ગંભીર અકસ્માત


વલભીપુર તાલુકાના મેવાસા ગામમાં લીલુ ઘાસ ભરીને જઈ રહેલી ટ્રક અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. બનાવ એટલો ભયાનક હતો કે રાહદારીઓના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. 108ની ટીમ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


સ્થાનિકો અને 108ની ટીમ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માત સર્જાવાનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


આ ટ્રકનો માલિક કોણ છે, અકસ્માત સર્જાવા પાછળનું કારણ શું છે અને ઘટના ઘાયલ થયેલા અને મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ટ્રક નીચે દબાયેલા લોકોની એક પછી એક લાશ કાઢી રહેલા લોકોને પણ ધ્રૂજારી છૂટી ગઈ હતી.
First published:

Tags: Bhavnagar accident, Bhavnagar news, Bhavnagar police, Gujarati news