ભરૂચ નગરપાલિકા વીજ ચોરીના વિવાદમાં સપડાઈ

Parthesh Nair | News18
Updated: January 6, 2016, 8:35 PM IST
ભરૂચ નગરપાલિકા વીજ ચોરીના વિવાદમાં સપડાઈ

  • News18
  • Last Updated: January 6, 2016, 8:35 PM IST
  • Share this:
ભરૂચ# ભરૂચ નગર પાલિકા વીજ ચોરીના વિવાદમાં સપડાઈ છે. નગર પાલિકામાં ચાલી રહેલ રેલિંગના વેલ્ડીંગની કામગીરી દરમિયાન વીજ મીટર નજીક ગેરકાયદેસર જોડાણ કરવામાં આવતા નવો જ વિવાદ ઉભો થયો છે. સરકારી કચેરીમાં જ આવી પ્રવૃતિ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

brc1

ભરૂચ નગર પાલિકા વીજ ચોરીના એક નવા જ વિવાદમાં સપડાઈ છે. ભરૂચ નગર પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારીની કેબિનની સામે દાદરની રેલિંગ લગાવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં વેલ્ડીંગ કામ માટે વીજ જોડાણ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. નગર પાલિકામાં આવેલ વીજ મીટર નજીક વેલ્ડીંગ મશીનના તાર ગેરકાયદેસર રીતે જોડવામાં આવતા કેટલાક નાગરિકોએ આ અંગેની જાણ વીજ કંપનીમાં કરી હતી.

brc2

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ નગર પાલિકા કચેરીમાં આવી તપાસ કરતા બે તાર ગેરકાયદેસર રીતે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જો કે, અધિકારીઓ ચેકિંગ અર્થે આવે એ પહેલા જ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી આથી વીજ ચોરી થઇ હતી કે, કેમ તે અંગે અધિકારીઓ પણ અસમંજસમાં મુકાયા હતા.

brc3સરકારી કચેરીમાં જ વીજ ચોરીની કથિત ઘટના બહાર આવતા શાસકો દોડી આવ્યા હતા. નગર પાલિકામાં ખાનગી કોન્ટ્રાકટર દ્વારા રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગેરકાયદેસર વીજ જોડાણ પાછળ કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે, પછી નગર પાલિકાને બદનામ કરવાનું કાવતરૂં છે એ અંગે તપાસ કરાવવાની ખાતરી નગર પાલિકા પ્રમુખ આર.વિ.પટેલ દ્વારા આપવામાં આવી હતી.
First published: January 6, 2016, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading