ભારત બંધની પૂર્વ રાત્રીએ રાજકોટમાં ટાયર સળગાવી વિરોધ કર્યો, કૉંગ્રેસના કાર્યકર્તાની ધરપકડ

ભારત બંધની પૂર્વ રાત્રીએ રાજકોટમાં ટાયર સળગાવી વિરોધ કર્યો, કૉંગ્રેસના કાર્યકર્તાની ધરપકડ
ગણતરીના જ કલાકોમાં બી ડિવિઝન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના જે તે સમયના સૌથી નજીકના માણસ તુષાર નંદાણાની ધરપકડ કરી છે.

ગણતરીના જ કલાકોમાં બી ડિવિઝન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના જે તે સમયના સૌથી નજીકના માણસ તુષાર નંદાણાની ધરપકડ કરી છે.

  • Share this:
મંગળવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં સોમવારની મોડી રાત્રે ભારત બંધના સમર્થનમાં સામાકાંઠા વિસ્તારમાં ટાયરો સળગાવ્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પેડક રોડ પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શિત કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ગણતરીના જ કલાકોમાં બી ડિવિઝન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના જે તે સમયના સૌથી નજીકના માણસ તુષાર નંદાણાની ધરપકડ કરી છે. બી ડિવિઝન પોલીસ મથકમાં આઈ.પી.સી.કલમ 285, 269, 188, 336, 120b તથા પ્રોહિબિશન ની કલમ 65E, 85(1)-(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો સાથોસાથ તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

ત્યારે હાલ મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલા રણછોડદાસ બાપુના આશ્રમ પાસે પણ ટાયર સળગાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તોફાની તત્વો કોણ હતા તેની શોધખોળ પણ હાથ ધરી છે.



ટાયર સળગાવ્યા


આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે, જે કોઈપણ વ્યક્તિ રાજકોટ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે.

ભારત બંધના પગલે જાણી લો, ગુજરાતમાં કોણ બંધથી રહેશે અળગા અને કોણે આપ્યું સમર્થન

કાર્યકર્તા તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના જે તે સમયના સૌથી નજીકના માણસ તુષાર


બંધ ને લઈને રાજકોટ શહેરમાં વહેલી સવારના સાત વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારના સાત વાગ્યાથી રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો પર તેમજ રાજકોટ શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



એસીપી સહિત ઉપરની રેન્ક ના 15 જેટલા અધિકારીઓ, પીઆઇ પીએસઆઇ કક્ષાના 100 જેટલા અધિકારીઓ તેમજ શહેર પોલીસના 2000 જેટલા જવાનો તેમ જ એસઆરપીની ચાર ટૂકડીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે તો સાથે જ ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ વજ્ર જેવા વાહનો દ્વારા શહેરભરમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સાહેબની તમામ સૂચનાનું સ્પષ્ટ પણે પાલન પણ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:December 08, 2020, 07:46 am

ટૉપ ન્યૂઝ