Home /News /gujarat /

'મલખાન' ને યાદ કરી ભાવુક થઈ સૌમ્યા ટંડન, વીડિયો શેર કરી કહ્યું- હું તમારા બાળક અને પત્નીનું ધ્યાન રાખીશ

'મલખાન' ને યાદ કરી ભાવુક થઈ સૌમ્યા ટંડન, વીડિયો શેર કરી કહ્યું- હું તમારા બાળક અને પત્નીનું ધ્યાન રાખીશ

સૌમ્યા ટંડને દિપેશ ભાનને યાદ કરી વીડિયો શેર કર્યો.

‘ભાભીજી ઘર પર હૈ’ (Bhabi Ji Ghar Par Hai)માં મલખાન (Malkhan)ની ભૂમિકા કરનાર દિપેશ ભાનના નિધનથી શોન દરેક કલાકારને આઘાત લાગ્યો છે. દિપેશનું શનિવાર સવારે 41 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું અને તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં તેમના ઘણા મિત્રો અને શોની કાસ્ટ સામેલ થઈ હતી.

વધુ જુઓ ...
    ‘ભાભીજી ઘર પર હૈ’ (Bhabi Ji Ghar Par Hai)માં મલખાન (Malkhan)ની ભૂમિકા કરનાર દિપેશ ભાનના નિધનથી શોન દરેક કલાકારને આઘાત લાગ્યો છે. દિપેશનું શનિવાર સવારે 41 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું અને તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં તેમના ઘણા મિત્રો અને શોની કાસ્ટ સામેલ થઈ હતી. હવે એક્ટર પંચતત્વમાં વીલીન થયા પછી શોની જૂની ‘ગોરી મેમ’ સૌમ્યા ટંડને સોશિયલ મીડિયા પર મલખાન સાથેનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા સૌમ્યાએ તેમને યાદ કર્યા છે. સૌમ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

    મલખાનની સાથે વીડિયો શેર કરવાની સાથે સૌમ્યાએ લાંબી પોસ્ટ લખી છે. તેણે પોસ્ટમાં તે વાતોને યાદ કરી છે, જેમાં તે મલખાનની સાથે ખુશીની ક્ષણ પસાર કરતી હતી. વીડિયોમાં ટીકા પણ જોવા મળી રહ્યો છે.

    વીડિયો શેર કર્યો

    આ વીડિયોને શેર કરતા સૌમ્યાએ કેપ્શનમાં લખ્યુ, આ વીડિયોને શેર કરવા માટે આભાર. તેને બનાવતા સમયે અમે લોકોએ ઘણી મસ્તી કરી હતી. વીડિયોને બનાવતા સમયે દિપેશની સાથે ઘણી વખત હસું આવતું, પરંતુ જીવનમાં ક્યારે શું થાય તે કોઈને ખબર નથી હોતી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં એક સારા વ્યક્તિની સાથે ઘણી બધી ખુશીની ક્ષણ પસાર કરી. હું તમને બધાને એટલું જ કહેવા માગુ છું કે તમે બધા સારું વર્તન કરો. પછી તે તમારો કો-એક્ટર હોય કે તમારાથી નીચેની પ્રોફાઈલ પર હોય. આ જીવન ઘણું ટૂંકું છું. પોતાના લોકોની સાથે ખુશીની ક્ષણ વિતાવો. કોઈને નથી ખબર કે આવનાર સમયમાં શું થશે.

    દિપેશના દીકરા અને પત્નીનું ધ્યાન રાખીશ

    સૌમ્યા ટંડને વધુમાં કહ્યું, દિપેશ તમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ મારી સાથે જીવતી રહેશે. અંકલ અને આંટીને મારી તરફથી નમસ્તે કહેજો. ક્યારેક તે દુનિયામાં આપણી મુલાકાત જરૂર થશે. ત્યાં સુધી હસતા રહો. હું તમારી પત્ની અને દીકરાનું ધ્યાન રાખવાનો પૂરતો પ્રયાસ કરીશ.

    દિપેશ પોતાની પાછળ પત્ની અને 18 મહિનાનો દીકરો છોડીને ગયા છે. દિપેશના નિધનથી તેમની પત્નીને ઘણું દુઃખ પહોંચ્યું છે. અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે દિપેશની પત્નીને આ મુશ્કેલ સમયમાં હિંમત મળે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन