સાવધાન: ક્યાંક સ્માર્ટફોન આપનું હાર્ટ કમજોર ન કરી દે!

News18 Gujarati
Updated: April 26, 2018, 6:10 PM IST
સાવધાન: ક્યાંક સ્માર્ટફોન આપનું હાર્ટ કમજોર ન કરી દે!
આ રિસર્ચને નેશનલ જર્નલ ઓફ સાઇકોલોજી, ફાર્મસી એન્ડ ફાર્માકોલોજીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી

આ રિસર્ચને નેશનલ જર્નલ ઓફ સાઇકોલોજી, ફાર્મસી એન્ડ ફાર્માકોલોજીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી

  • Share this:
હૈદરાબાદ: જો આપ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાઓ. તેનો જરૂરથી વધારે જો ઉપયોગ કરતાં હોવ તો જરાં આ આર્ટિકલ વાંચી લેજો. એક રિસર્ચ પ્રમાણે તેની સીધી અસર તમારા હાર્ટબીટ પર થાય છે. અચાનક થતા આ પરિવર્તનથી આપને હાર્ટ સંબંધીત બીમારીઓ થઇ શકે છે.

રિસર્ચર્સનું માનીયે તો, સ્માર્ટફોનનો ઉપયોગ ક્યારેય ઇયરફોન વગર ન કરવો જોઇએ. જો ઇયરફોનનો ઉપયોગ કરીએ તો આ પ્રકારની અનહોનીથી બચી શકાય છે.

હૈદરાબાદનાં ડેક્કન કોલેજ ઓફ મેડિકલ સાયન્સનાં વિદ્યાર્થીઓએ આ શોધ કરી છે. તેમનાં મુજબ ત્રણ પ્રકારે આ શોધ કરવામાં આવી છે. એક ઇયરફોનનાં ઉપયોગ વગર સ્માર્ટફોનનો ઉપયોગ અને બીજુ સ્માર્ટફોનનો ઉપયોગ ઇયર ફોન સાથે અને ત્રીજુ જ્યારે ફોન બંધ હતો.

ત્રણેય રિસર્ચ દરમિયાન જાણવા મળ્યુ કે, વ્યક્તિ જ્યારે સીધો સ્માર્ટફોનનાં સંપર્કમાં હોય છે તે સમયે તેની હાર્ટબીટ ઘણી વખત અનિયંત્રિત થાય છે અને પ્રભાવિત  થાય છે. ઇયર ફોનની સાથે તેનાં પરિવર્તનમાં ઘટાડો હતો. જ્યારે સ્માર્ટ ફોન બંધ હતો ત્યારે વ્યક્તિની હાર્ટબિટ તદ્દન સામાન્ય નોંધાઇ હતી.

આ રિસર્ચને નેશનલ જર્નલ ઓફ સાઇકોલોજી, ફાર્મસી એન્ડ ફાર્માકોલોજીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી.

 
First published: April 26, 2018, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading