બેંગલુરુ : કોરોના ફેલાવવાની પોસ્ટ કરનાર યુવકની ધરપકડ, કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો

પ્રતિકાત્મક તસવીર

ઇન્ફોસિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેના કર્મચારીએ કોરોના ફેલાવવા અંગે કરેલું ટ્વિટ કંપનીની આચાર સંહિતા વિરુદ્ધ છે.

 • Share this:
  બેંગલુરુ : ખુલ્લી જગ્યાઓમાં છીંક ખાવા અને કોરોના વાયરસ ફેલાવવા (Social Post on Coronavirus)માટે લોકોને ઉશ્કેરવા માટે પોલીસે એક સોફ્ટવેર એન્જીનિયર (Bengaluru Software Engineer)ની ધરપકડ કરી છે. તેણે પોતાના ફેસબુક (facebook)પર લખ્યું હતું કે, "ચાલો સૌ સાથે મળીને ખુલ્લી જગ્યામાં છીંકો ખાઈએ અને વાયરસનો ફેલાવો કરીએ." બેંગલુરુ જોઇન્ટ પોલીસ કમિશનર સંદીપ પાટીલે (JCP Sandip Patil) એક નિવેદનમાં કહ્યું કે, "જે વ્યક્તિએ લોકોને ખુલ્લામાં છીંક ખાઈને વાયરસ ફેલાવવાની વાત કરી હતી તેની ધરપકડ કરી દેવામાં આવી છે. તે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે."

  આ દરમિયાન આઈટી કંપની ઇન્ફોસિસે (Infosys) શુક્રવારે કહ્યું છે કે તેમણે કોરોના વાયરસ અંગે સોશિયલ મીડિયા પર અયોગ્ય પોસ્ટ કરવા બદલ તેના કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. ઇન્ફોસિસે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી છે. કંપનીએ લખ્યું કે કર્મચારી તરફથી સોશિયલ મીડિયામાં કરવામાં આવેલું ટ્વિટ કંપનીની આચર સંહિતાનું ઉલ્લંઘન કરે છે.

  આ પણ વાંચો : ઇટાલીમાં કોરોનાથી એક જ દિવસમાં ટપોટપ 919 મોત, બેલ્જિયમમાં બિલાડીને કોરોના થયો!

  કંપનીએ વધુમાં કહ્યું, "ઇન્ફોસિસે પોતાના એક કર્મચારી દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ પર પોતાની તપાસ પૂર્ણ કરી લીધી છે. અમે માનીએ છીએ કે આ ખોટી ઓળખનો મામલો નથી."

  આ ઘટના અંગે ઇન્ફોસિસે કહ્યું કે, સોશિયલ મીડિયા પર તેના એક કર્મચારી દ્વારા લખવામાં આવેલી પોસ્ટ અયોગ્ય છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીએ આ મામલે સ્વતંત્ર તપાસ કરાવી હતી. ટ્વિટ કરીને ઇન્ફોસિસે કહ્યું કે "કર્મચારી દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ કંપનીની આચર સંહિતા અને સમાજ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાની વિરુદ્ધ છે. ઇન્ફોસિસ આવા કૃત્ય પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતું રહ્યું છે. કર્મચારીને ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે."

  આ પણ વાંચો : કોરોનાની તસવીર : ભારતમાં કોવિડ-19ની પ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તસવીર જાહેર
  Published by:Vinod Zankhaliya
  First published: