BEL Recruitment 2022 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમીટેડ (BEL) દ્વારા વધુ 63 જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન (BEL Notification for Jobs) બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો 6-4-2022 સુધી અરજી કરી શકે છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે (Bharat Electronics Ltd) તાજેતરમાં કુલ 63 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવતી નોટિફીકેશન બહાર પાડી છે. આ નોટિફીકેશન અનુસાર 63 ટ્રેઇની એન્જિનિયર, પ્રોજેક્ટ એન્જિનિયરની જગ્યાઓ ઉપલબ્ધ (BEL Recruitment 2022) છે. આપને જણાવી દઇએ કે આ ભરતી પ્રક્રિયા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ગાઝિયાબાદ યુનિટ (Ghaziabad Unit)માં કરવામાં આવી રહી છે. ઉમેદવારોની પસંદગી કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે. જેમાં ટ્રેની એન્જીનીયરને 3 વર્ષ માટે અને પ્રોજેક્ટ એન્જીનીયરને 4 વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે.
કેટલો મળશે પગાર?
ટ્રેઈની એન્જીનીયર્સને પ્રથમ વર્ષે પ્રતિ માસ રૂ.30,000 પગાર મળશે, જે ત્રીજા વર્ષ સુધીમાં રૂ.40,000 કરવામાં આવશે. જ્યારે પ્રોજેક્ટ એન્જીનીયરને પ્રથમ વર્ષે રૂ.40,000 પ્રતિ માસ પગાર આપવામાં આવશે, જે ચોથા વર્ષ સુધીમાં રૂ.55,000 કરવામાં આવશે.
નોકરી માટે અરજી કરવા શૈક્ષણિક લાયકાત
BEL ભરતી માટે જાહેર કરાયેલ નોટિફીકેશન અનુસાર, 63 નવી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાંથી 26 પોસ્ટ ટ્રેની ઇજનેર માટે છે અને 37 પોસ્ટ પ્રોજેક્ટ એન્જિનિયરો માટે છે. જનરલ, EWS અથવા OBC ઉમેદવારો માટે 55% અને તેથી વધુ અને SC, ST અથવા PwBD ઉમેદવારો માટે 55%થી ઓછા ગુણ સાથે માન્ય યુનિવર્સિટી, સંસ્થા અથવા કૉલેજમાંથી એન્જિનિયરિંગમાં ચાર વર્ષનો BE, BTech ની બીટેકનો અભ્યાસ પૂર્ણ કરનાર અને નીચેની લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે
રસ ધરાવતા અને તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ BEL, ટ્રેઇની એન્જિનિયર, પ્રોજેક્ટ એન્જિનિયર ભરતી 2022 માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (bel-india.in) ની અધિકૃત વેબસાઇટ પરથી 6 એપ્રિલ, 2022 પહેલા અરજી સબમિટ કરવાની રહેશે.
-અધિકૃત સાઇટ @ bel-india.in ની મુલાકાત લો
- ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડનું મુખ્ય પેજ ખુલશે.
-કરિયર – ભરતી – નોટિફીકેશન્સ પર જાઓ.
-BELની ઉપર્યુક્ત ભરતી માટેની નોટિફીકેશ પર ક્લિક કરો.
-હવે તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને ઇચ્છુક પદો માટે અરજી ફોર્મ ભરીને સબમિટ કરો.