Home /News /gujarat /મેહુલ બોઘરાએ PM મોદીની રેલી પહેલા કર્યું એવું કામ કે, લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા
મેહુલ બોઘરાએ PM મોદીની રેલી પહેલા કર્યું એવું કામ કે, લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા
ફેસબુક પેજ પર લાઇવ દરમિયાન મેહુલ બોઘરાએ ટ્રાફિક કંટ્રોલમાં ફોન કર્યો.
એડવોકેટ મેહુલ બોઘરાએ પોતાના ફેસબુક લાઇવમાં એવી પણ ઘોષણા કરી હતી કે, તંત્ર ખુદ આવશે અને બેરીકેડ્સ હટાવશે અને મારી ગાડી બેઝમેન્ટમાં પાર્ક થશે. આ દરમિયાન તેમણે ફેસબુક લાઈવ શરૂ કર્યું અને ટ્રાફિક કન્ટ્રોલને કોલ્સ કર્યા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એડવોકેટ મેહુલ બોઘરા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ પીએમ મોદીની રેલી માટે રોડ પર લગાવેલા બેરીકેટને લઇ ચર્ચામાં આવ્યા છે. ખરેખરમાં આજે સવારે એડવોકેટ મેહુલ બોઘરા પોતાની કારમાં સવાર થઇ સુરત ખાતે પુજન પ્લાઝામાં પોતાની ઓફિસ જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની ઓફિસની બિલ્ડિંગ બહાર વાંસથી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીની આજે સુરત ખાતે રેલી હોવાથી રોડ પર બેરીકેટ લગાવી દેવાયા હતા. જેને જોઇ એડવોકેટ મેહુલ બોઘરાએ ફેસબુક લાઇવના માધ્યમથી જાહેર જનતાને પડતી અગવડો ઉજાગર કરી હતી.
જોકે પોતાના ફેસબુક પેજ પર લાઇવ દરમિયાન મેહુલ બોઘરાએ એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે, તેઓ પીએમ નરેન્દ્ર મોદીનો વિરોધ નથી કરી રહ્યા પણ પાર્ટીના પ્રચાર દરમિયાન જાહેર જનતાને પડતી મુશ્કેલીઓ વિશે જણાવી રહ્યા છે અને તેઓ પાર્ટી પ્રચાર દરમિયાન તેઓને પડતી અગવડતા સહન નહીં કરે. ફેસબુક લાઇવના માધ્યમથી તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાની ઓફિસની બહાર કાર લઇને ઉભા છે અને પોતાની કારને પાર્કિંગમાં લઇ જઇ શક્તા નથી તો તેઓને હવે શું કરવું. વધુમાં તેમણે કહ્યું કે, સુરત કમિશનરનું જાહેરનામું છે કે, રસ્તા પર ગાડી પાર્ક કરવી નહીં અને મારી ઓફિસની બિલ્ડિંગની બહારનો રસ્તો બેરીકેટના કારણે બંધ છે તો તેઓ ગાડી ક્યાં પાર્ક કરે?
પોતાના ફેસબુક લાઇવમાં એડવોકેટ મેહુલ બોઘરાએ કેપ્શનમાં લખ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સામાન્ય જનતાને થતી અગવડો દૂર કરાવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરત ખાતેની રેલી દરમિયાન જાહેર જનતાને ખૂબ જ અગવડો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ જેમકે તમામ જગ્યાએ બુંબુ લગાવી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી, કોમર્શિયલ દુકાનોના વાહનોના એન્ટ્રી અને એક્ઝિટના પોઇન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા, લગ્ન દરમિયાન લોકોના વરઘોડાઓ બંધ કરાવવામાં આવ્યા, સ્થાનિક દુકાનો પાથરણા વાળા નાના મોટા લારી ગલ્લાવાળા, નાના-મોટા રોજગાર વાળા તમામના ધંધાઓ બંધ કરવામાં આવ્યા જે અંગે દુઃખ વ્યક્ત કરતા અને વિરોધ નોધવતા મેહુલ બોઘરાનું લાઈવ.
એડવોકેટ મેહુલ બોઘરાએ પોતાના ફેસબુક લાઇવમાં એવી પણ ઘોષણા કરી હતી કે, તંત્ર ખુદ આવશે અને બેરીકેડ્સ હટાવશે અને મારી ગાડી બેઝમેન્ટમાં પાર્ક થશે. આ દરમિયાન તેમણે ફેસબુક લાઈવ શરૂ કર્યું અને ટ્રાફિક કન્ટ્રોલને કોલ્સ કર્યા હતા. જે બાદ બેરીકેડ્સ ખોલી દેવામાં આવ્યા હતા અને ત્યારે રસ્તાની સાઇડમાં એકઠી થયેલી ભીડે 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓ વાહનચાલકો પાસેથી કટકી કરતા હોવાની માહિતીને લઇ સુરતના વકીલ મેહુલ બોઘરાએ તેમનો લાઇવ વીડિયો બનાવ્યો હતો જે દરમિયાન ટીઆરબી જવાન સાજન ભરવાડ નામના આરોપીએ વકીલ પર હિંસક હુમલો કર્યો હતો અને તેમને લાકડીઓ વડે માર માર્યો હતો. જે બાદ મેહુલ બોઘરાને લઇ સ્થાનિક લોકોથી લઇ વકીલો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મામલો આખા રાજ્યમાં ખુબ જ ચર્ચામાં આવ્યો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર