beauty tips: ઘરે જ બનાવો સંતારાનો ફેસપેક, જે ચહેરાની કરચલીઓને કરશે છૂ

આ ફેસપેકમાં વિટામીન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોવાથી ત્વચા પર કરચલીઓ નથી પડતી. જો તમારા શરીર પર ક્યાંય પણ નાનો-મોટો ઘા વાગ્યો હશે તો પણ આ મિશ્રણ ઘણું જ લાભદાયી નિવડે છે.

આ ફેસપેકમાં વિટામીન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોવાથી ત્વચા પર કરચલીઓ નથી પડતી. જો તમારા શરીર પર ક્યાંય પણ નાનો-મોટો ઘા વાગ્યો હશે તો પણ આ મિશ્રણ ઘણું જ લાભદાયી નિવડે છે.

  • Share this:
    ચહેરાને (face) નિખારવા માટે મહિલાઓ અનેક નુસખા અપનાવતા હોય છે. સાથે સાથે માર્કેટમાં મળતા અલગ અલગ ફેસપેકનો (facepack)પણ ઉપયોગ કરતી હોય છે જોકે, માર્કેટમાં મળતા ફેસપેક ચહેરાને નિખારવાની સાથે ત્વચાને નુકસાન પણ પહોંચાડા હોય છે. અત્યારે સંતરાની (Orenge) મોસમ છે. તમને બજારમાં રસીલા સંતરા સરળતાથી મળી રહે છે. તો આજે આપણે સંતરાથી પેક બનાવીને જ કઈ રીતે ત્વચામાં નિખાર (beauty tips) લાવી શકાય તે જોઈએ.


    ફેસપેક બનાવવા માટે જોઈતી વસ્તુઓ: 3 ચમચી સંતરાનો જ્યુસ, 2 ચમચી એલોવેરા, 1 ચમચી ગ્લીસરીન


    બનાવવાની રીત: ઉપર જણાવેલી બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, ત્યારબાદ તેને ચહેરા પર 20 મિનીટ સુધી લાગવી રાખો. પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આ પ્રાકૃતિક મિશ્રણમાં ત્વચાને ભેજ આપવાના ગુણો છે, જેનાથી સ્કીનની ડ્રાયનેસ દૂર થાય છે અને ત્વચા મુલાયમ બને છે.


    ફેસપેકના ફાયદા: આ ફેસપેકમાં વિટામીન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોવાથી ત્વચા પર કરચલીઓ નથી પડતી. જો તમારા શરીર પર ક્યાંય પણ નાનો-મોટો ઘા વાગ્યો હશે તો પણ આ મિશ્રણ ઘણું જ લાભદાયી નિવડે છે. વિટામીન સીને કારણે આ ફેસપેક બ્લીચીંગનું પણ કામ કરે છે, તેનાથી તમારી સ્કીન ગોરી દેખાય છે.


    સંતરા એલોવેરાનું આ મિશ્રણ ચહેરાના પોર્સની ગંદકીને દૂર કરે છે, જેનાથી બ્લેકહેડ જમા નથી થતા.  આ ફેસપેક ઘરે બનાવેલો હોવાથી આ ફેસપેકની કોઈજ સાઈડ ઈફેક્ટ થતી નથી. અને ચહેરા માટે લાભદાયી છે.
    Published by:user_1
    First published: