વરસાદની મોસમ શરૂ થાય અને સૌથી વધુ ઓઇલી સ્કિનવાળા લોકો હેરાન થતા હોય છે. આ સીઝનમાં ભેજને કારણે ચહેરા પર વધારે તેલ આવવા લાગે છે. આ કારણે ચહેરા પર પિમ્પલ અને એક્નેની પ્રૉબ્લેમ પણ થવા લાગે છે. આમ તો બજારમાં ઘણાં એવા પ્રૉડક્ટ્સ મળે છે જેની મદદથી ઓઇલી સ્કિનને ક્લિન રાખી શકાય છે. આ સાથે તમે ત્વચાને નિખારવા માટે અહીં આપેલી ટિપ્સ અજમાવી જુઓ.
દિવસમાં બે વખત કોઇ pH બેલેન્સ્ડ ક્લિન્ઝરનો ઉપયોગ કરો, ત્યારબાદ એક યોગ્ય ટોનર પણ ચહેરા પર લગાવો. આ પ્રક્રિયા વારંવાર ના કરો, કારણ કે તેનાથી ત્વચાના સુરક્ષા કવચને નુકસાન પહોંચી શકે છે.
ઓઇલી ત્વચાને પણ મોઇશ્ચરાઇઝિંગની જરૂર છે. એક લાઇટ, વોટર-બેઝ્ડ મોઇશ્ચરાઇઝર સારું રહેશે. નોન-કોમોડોજેનિક ફોર્મ્યૂલા પસંદ કરો, જે તમારાં રોમછિદ્રોને બંધ નહીં કરે. તેને એ જ સ્થાન પર લગાવો, જ્યાં તમને તેની જરૂરિયાત હોય.
તે ઉપરાંત આખા દિવસમાં ચારથી પાંચવાર ફેસવોશથી ચહેરાને ધૂઓ. આમ કરવાથી ચીપચીપી ત્વચાનો પ્રશ્ન મટી જશે.
ગરમી કે બાફની સિઝનમાં મેકઅપ લગાવો તે પહેલાં બરફનો એક ટુકડો ચહેરા ઉપર ઘસી લો. આમ કરવાથી મેકઅપ ખરાબ નહીં થાય. તેમજ આ સિઝનમાં ફાઉન્ડેશનના બદલે કોમ્પેક્ટનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરો.
વોટરપ્રૂફ મેકઅપનો ઉપયોગ પણ તમે કરી શકો છો. વોટરપ્રૂફ મેકઅપ પ્રસરશે નહીં અને ચહેરો બગડશે નહીં.