Home /News /gujarat /

હોંગકોંગની જવેલરી કંપનીનું ઉઠમણુંઃ સુરતના વેપારીઓના કરોડો ફસાયા

હોંગકોંગની જવેલરી કંપનીનું ઉઠમણુંઃ સુરતના વેપારીઓના કરોડો ફસાયા

સુરતઃ સામી દિવાળીએ હોંગકોગની પ્રતિષ્ઠિત અને વર્ષો જુની કંપનીએ રૂ.325 કરોડમાં ઉઠી જતા સુરત તથા મુબઇ કંપનીમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. નાંણા ડુબતા હજ્જારો વેપારીઓ દોડતા થઇ ગયા છે. ગતમાસમાં જ દુંબઇની જવેલરી કંપની 900 કરોડમાં કાચી પડી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃ સામી દિવાળીએ હોંગકોગની પ્રતિષ્ઠિત અને વર્ષો જુની કંપનીએ રૂ.325 કરોડમાં ઉઠી જતા સુરત તથા મુબઇ કંપનીમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. નાંણા ડુબતા હજ્જારો વેપારીઓ દોડતા થઇ ગયા છે. ગતમાસમાં જ દુંબઇની જવેલરી કંપની 900 કરોડમાં કાચી પડી હતી.

હોંગકોંગ સ્થિત લાઇટીન જવેલરી કંપની મુળ અમેરિકાની કંપની છે અને છેલ્લા ઘણા સમયથી તેનો બિઝનેસ હોંગકોંગ ખાતે સ્થાયિ કરી દીધો હતો. જો કે હાલ લાઇટીન જ્વેલરી કંપની રૂ 325 કરોડમાં નબળી પડી છે. આ અંગે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં વોટસએપ પર મેસેજ પણ ફરી રહ્યા છે. થોડા દિવસથી વહેતા થયેલા આ મેસેજને લઇને સ્થાનિક હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓ ચિંતામાં મુકાયા છે.

ખાસ કરીને વિદેશમાં એકસપોર્ટનું કામ કરનારાઓની ચિંતા વધી છે. ચર્ચા મુજબ  છેલ્લાં ચાર વર્ષના અરસાથી કંપનીના કામમાં મોટો ઘટાડો થયો હતો. કંપની ડચકા ખાવા માંડી હતી. છેવટે કંપનીની આર્થિક તરલતા ધોવાતા કંપનીએ હાલમાં નાણાં ચૂકવવાનો ઇન્કાર કરી દીધો છે. જેને કારણે ભારતની ડાયમંડ કંપનીઓ સહિત વિવિધ કંપનીઓના અંદાજે રૂપિયા ૫૦ મિલિયન ડોલરથી વધુની કિંમતના પેમેન્ટ સલવાયા છે.

હોંગકોંગ સ્થિત હીરાઉદ્યોગકાર મહિના પહેલાં દુબઇની કંપની ૯૦૦ કરોડમાં કાચી પડી હતી સપ્ટેમ્બર માસના પ્રારંભે દુબઇની એટલાસ ડાયમંડ જ્વેલરી કંપની રૂ. ૯૦૦ કરોડમાં કાચી પડયાની ચર્ચા વહેતી થઇ હતી. ઉપરાઉપરી નોંધાઇ રહેલા આ પ્રકારના કિસ્સાને લઇને ભારતીય હીરાઉદ્યોગની મુશ્કેલી વધી છે.
First published:

Tags: ઉઠમણું, ગુજરાત, ડાયમંડ, દેશ વિદેશ, પેઢી, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन