શાસ્ત્રી-કોહલી પાસે જવાબ માંગશે BCCI, થશે આ ખેલાડીઓની હકાલપટ્ટી!

શાસ્ત્રી-કોહલી પાસે જવાબ માંગશે BCCI, થશે આ ખેલાડીઓની હકાલપટ્ટી!
શાસ્ત્રી-કોહલી પાસેથી જવાબ માંગશે BCCI, ટેસ્ટટીમમાંથી કેટલાક ખેલાડીઓની હકાલપટ્ટી થઈ શકે છે.

શાસ્ત્રી-કોહલી પાસેથી જવાબ માંગશે BCCI, ટેસ્ટટીમમાંથી કેટલાક ખેલાડીઓની હકાલપટ્ટી થઈ શકે છે.

 • Share this:
  ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ બે ટેસ્ટમાં શરમજનક હાર પછી ત્રીજી ટેસ્ટમાં પ્રદર્શનના આધાર પર કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઈના પ્રશ્નોના જવાબ આપવા પડી શકે છે. ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની પસંદગી ત્રીજી ટેસ્ટ પછી કરવામાં આવશે જે શનિવારે નોર્ટિંગહામમાં શરૂ થશે. આના પરિણામ પછી બોર્ડ આગળની કાર્યવાહી વિશે નિર્ણય લેશે. બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું, ભારતીય ટીમ તે ફરિયાદ કરી શકે છે કે, તેને તૈયારી કરવાનો પર્યાપ્ત સમય મળ્યો નથી.

  દક્ષિણ આફ્રિકા શ્રેણી પછી ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમ અને પ્રેક્ટિસ મેચો ના રમી શકવાની ફરિયાદ કરી હતી. તેમની સાથે વાત કર્યા પછી જ અમે નક્કી કર્યુ કે ટી-20 શ્રેણી ટેસ્ટથી પહેલા રમાડવામાં આવશે.  તેમને કહ્યું, સીનિયકર ટીમના કહેવા પર જ આપણે ભારત એ ટીમને તે સમય પર પ્રવાસ પર મોકલી. બે સીનિયર ખેલાડી અજિંક્ય રહાણે અને મુરલી વિજય તે પ્રવાસ પરસાથે ગયા. જે તેમને કહ્યું તે બધુ જ અમે કર્યું. હવે પરિણામ મળી રહ્યું નથી તેથી બોર્ડને પ્રશ્ન પૂછવાનો પૂરેપૂરો હક છે.

  જો ભારત શ્રેણી હારશે તો શાસ્ત્રી અને કોહલીના અધિકારોમાં કપાત થઈ શકે છે. અધિકારીઓએ કહ્યું, શાસ્ત્રી અને વર્તમાન સહયોગી સ્ટાફ ઓસ્ટ્રેલિયામાં (2014-15માં 0-2) દક્ષિણ આફ્રિકા (2017-18માં 1-2)માં શ્રેણી હાર્યા અને હવે ઈંગ્લેન્ડમાં આપણે કફોડી સ્થિતિમાં છીએ.

  બીસીસઆઈએ એક સૂત્રએ કહ્યું કે, બેટિંગ કોચ સંજય બાંગડ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સૂત્રોના હવાલાથી સમાચાર છે કે, ત્રીજી ટેસ્ટ પછી દિનેશ કાર્તિકનું ટીમમાંથી પત્તું કપાઈ શકે છે. સાથે જ મુરલી વિજય અને શિખર ધવન પર પણ ખતરો ઉભો થયો છે.

  એક અઠવાડિયા પહેલા દુનિયાના નંબર વન બેટ્સમેનનો તાજ મેળવ્યા પછી લોર્ડ્સ ટેસ્ટમાં કોહલીના ફ્લોપ શો પછી તે નંબર 2 પર આવી ગયો છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ