Home /News /gujarat /અમદાવાદનાં નમો સ્ટેડિયમ થકી વધુ એક ગીનેસ બુક વર્લ્ડ રેકોર્ડ, તમામ ભારતીયો માટે ગૌરવની વાત
અમદાવાદનાં નમો સ્ટેડિયમ થકી વધુ એક ગીનેસ બુક વર્લ્ડ રેકોર્ડ, તમામ ભારતીયો માટે ગૌરવની વાત
બીસીસીઆઈએ નોંધાવ્યો ગીનેસ વર્લ્ડ રેકોર્ડ
BCCI Guinness World Record: IPL 2022 ની ફાઇનલમાં અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 101,566 લોકો હજાર રહ્યા હતા. જે ગીનેસ બુક વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું હતું.
BCCI Guinness World Record: BCCI એ ફરી એક વખત ગીનેસ બુક વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. અને આ વખતે તેની સાથે ગુજરાતનું અને અમદાવાદનું નામ પણ જોડાયું છે. વાત એમ છે કે BCCI આયોજિત IPL 2022 ની ફાઇનલમાં અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 101,566 લોકો હજાર રહ્યા હતા. એટ્લે કે એક લાખથી વધારે લોકોએ સાથે બેસીને એક જ સ્ટેડિયમમાં મેચ જોઈ હતી. જે ગીનેસ બુક વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું હતું.
Extremely delighted & proud to receive the Guinness World Record for the largest attendance at a T20 match when 101,566 people witnessed the epic @IPL final at @GCAMotera's magnificent Narendra Modi Stadium on 29 May 2022. A big thanks to our fans for making this possible! @BCCIhttps://t.co/JHilbDLSB2
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી IPL 2022 ની ફાઇનલમાં યજમાન ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમનેસામને ટકરાઇ હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સ પોતાની પ્રથમ ટુર્નામેંટ રમી રહી હતી અને પ્રથમ વખત જ ફાઇનલમાં પહોંચી હતી. તો બીજી તરફ રાજસ્થાન રોયલસ પણ પોતાની પ્રથમ IPL ફાઇનલ જીતવાનો અનુભવ ધરાવે છે.
દુનિયાની સૌથી મોટી જર્સી બનવવાનો વર્લ્ડ રેકોર્ડ
અગાઉ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ BCCI એ દુનિયાની સૌથી મોટી જર્સી બનવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. જે આ જ મેચ અગાઉ એટ્લે કે ફાઇનલનાં સમાપન સમારંભમાં નોંધાયો હતો.
આ રેકોર્ડની જાહેરાત કરતી ટ્વિટ BCCI દ્વારા કરવામાં આવી હતી. તો બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પણ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે આ પ્રસંગે તેઓ ગર્વની લાગણી અનુભવે છે. તેમણે ફેન્સનો પણ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે 101,566 લોકો એક ટી-20 મેચ દરમિયાન હજાર રહ્યા હતા જે ઘટના પહેલી વાર બની હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર