Home /News /gujarat /બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલે કહ્યું - ગુજરાતમાં ચાલે છે અધિકારીઓનું રાજ, મારી સાથે પટાવાળા જેવો વ્યવહાર થાય છે

બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલે કહ્યું - ગુજરાતમાં ચાલે છે અધિકારીઓનું રાજ, મારી સાથે પટાવાળા જેવો વ્યવહાર થાય છે

બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ

Bayad Congress MLA Jashubhai Patel - બાયડમાં આરોગ્યની સુવિધાને અભાવને લઇને જૂના સચિવાલયમાં આરોગ્ય કમિશનરની કચેરી બહાર ધારાસભ્ય જશુભાઇ પટેલ ધરણાં પર બેઠા

ગાંધીનગર : બાયડના કોંગ્રેસના (Congress)ધારાસભ્ય જશુભાઇ પટેલ (Bayad MLA Jashubhai Patel)બાયડમાં (Bayad)આરોગ્યની સુવિધાને અભાવને લઇને જૂના સચિવાલયમાં આરોગ્ય કમિશનરની કચેરી બહાર ધરણાં પર બેઠા છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે.

જશુભાઇએ (MLA Jashubhai Patel)ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે અહીં ચાલતા ભ્રષ્ટાચારના મામલે ઘરણાં પર બેઠો છું. અહી ચાલતી રિતભાત એક ધારાસભ્ય સાથે થઇ રહેલા વર્તન લઇને, 6-6 માસથી એક માંગણી લઇને આવ્યો છું. તે લાગણીની વાત સાંભળવા પણ અધિકારીઓ તૈયાર નથી. મારા પગના ચપ્પલ ઘસી ગયા છે. સાહેબ સારા છે પણ નીચે અધિકારીઓ છે તે કોઇના કોઇ બહાના કાઢી છે. આ બધુ પૈસા માટે ચાલે છે તેવું મને સ્પષ્ટ દેખાય છે.

આ પણ વાંચો - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું - વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે

ધારાસભ્ય જશુભાઇએ જણાવ્યું કે મારી સાથે અહીં ધારાસભ્ય જેવો નહીં પણ પટાવાળા જેવો વ્યવહાર થાય છે. પાણી પીવડાવા કોઇ તૈયાર નથી. ગુજરાતમાં અધિકારીઓનું રાજ છે. મારી મીડિયાના લોકો સમક્ષ માંગણી છે કે આવા લોકોની મિલકતની તપાસ કરવી જોઈએ. ભ્રષ્ટાચારની તપાસ કરવી જોઈએ.



તેમણે જણાવ્યું કે અધિકારીઓ કોઇ જવાબ આપતા નથી. જ્યારે આવું ત્યારે ઓફિસમાં ખુરશી ખાલી હોય છે. જ્યારે આવો ત્યાંરે ચા પીવા ગયા છે, જમવા ગયા છે, મિટિંગમાં છે તેવા જવાબો મળે છે. કોઇ સાંભળવા તૈયાર નથી. આ વિભાગ આખો સડી ગયો છે, સરકારી તંત્ર આખું સડી ગયું છે. લોકોની વાત સાંભળવા કોઇ તૈયાર નથી, લોકો થાકી ગયા છે. જ્યાં સુધી કટકી ના મળે ત્યાં સુધી કામ થતું નથી.

આ પણ વાંચો - મોગલ અને સોનલ માતાના સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય દારૂ નથી પીધો: ઇસુદાન ગઢવી

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અધિકારીઓએ ધારાસભ્યો, સંસદ સભ્યોના ફોન ઉપાડવા પડશે અને વાત સાંભળવી પડશે. જોકે અહીં જોવા મળે છે કે ધારાસભ્યની રજુઆત સાંભળવામાં આવી રહી નથી.
First published:

Tags: Congress MLA, કોંગ્રેસ, ગુજરાત

विज्ञापन