Home /News /gujarat /

Baramulla Encounter: બારામૂલા આતંકી હુમલાનો આર્મીએ દોઢ કલાકમાં જ લીધો બદલો, 3 આતંકી ઠાર

Baramulla Encounter: બારામૂલા આતંકી હુમલાનો આર્મીએ દોઢ કલાકમાં જ લીધો બદલો, 3 આતંકી ઠાર

પ્રતિકાત્મક તસવીર

એક પોલીસ અધિકારી અને CRPFના બે જવાનની શહાદતનો ભારતીય સુરક્ષાદળોએ આવી રીતે લીધો બદલો

    શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના બારામૂલા માં સીઆરપીએફની નાકા પાર્ટી (CRPF Naka Party) પર સોમવારે થયેલા આંતકી હુમલા (Terrorist Attack)માં શહીદ થયેલા સાથીઓનો બદલો ભારતીય સેનાએ લઈ લીધો છે. સીઆરપીએફની નાકા ટીમ પર હુમલાના દોઢ કલાકની અંદર જ ભારતીય સુરક્ષાદળોએ વિસ્તારમાં છુપાયેલા ત્રણેય આતંકવાદીઓને ઢાળી દીધા છે. ઠાર મરાયેલા તમામ આતંકી લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

    મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષાદળોને એ વાતની જાણ થઈ હતી કે આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ આતંકી તે વિસ્તારમાં જ ક્યાંક છુપાયેલા છે. ભારતીય સુરક્ષાદળોએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. તલાશી દરમિયાન આતંકીઓએ એક ઘરમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું. બંને તરફથી થયેલા ફાયરિંગમાં ત્રણેય આતંકી ઠાર મરાયા છે.

    આ પણ વાંચો, મોટા સમાચારઃ સુપ્રીમ કોર્ટે NEET અને JEE Main 2020ને આપી મંજૂરી, કહ્યું- બધું રોકી ન શકાય

    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સોમવાર સવારે લગભગ 11 વાગ્યે સીઅઆરપીએફની નાકા પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. આતંકીઓને બારામૂલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં પોલીસના એક અધિકારી અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા.


    આ પણ વાંચો, Facebook Issue in India: પક્ષપાતના આરોપ પર ફેસબુકની સ્પષ્ટતા- અમે રાજકીય પાર્ટીની હેસિયત નથી જોતા

    નોંધનીય છે કે, ઘાયલ સૈનિકોને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનાં મોત થયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Baramulla, CRPF, Jammu and kashmir, Jammu Kashmir, Lashkar-e-Taiba, Martyr, આતંકવાદ, આતંકી, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन