ઉત્તરપ્રદેશ: બારાબંકી જિલ્લામાં એક પછી એક 12 લોકોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થતાં જિલ્લામાં હડકંપ મચી ગયો છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર ઝેરીલા દારૂના કારણે મોત થયું છે. આબકારી વિભાગનું કહેવું છે ઠંડીના કારણે મોત થયા છે. હાલ તો તંત્ર દ્વારા 9 લોકોના પોસ્ટમોર્ટમ કરાવી રહી છે. પોસ્ટમોર્ટમનો વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો છે.
ઘટના બની છે બરાબંકીના તહસીલ નવાબગંજના કોતવાલી દેવા અંતર્ગત આવેલા ગામ ઢિઢોરા, મુનિયા પુરવા, જસવારા, રેઉવા રતનપુરમાં. મંગળવારે રાત્રે અચાનક કેટલાક લોકોની તબીયત ખરાબ થવા લાગી હતી. જેથી તમામને ઇલાજ માટે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ જિલ્લાના મુખ્યાલય ટ્રોમાં સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા હતા.
લોકોએ કર્યું હતું સ્પ્રિટનું સેવન: ડોક્ટર
ડોક્ટરનું કહેવું છે કે ગંભીર હાલતમાં આવેલા લોકોએ સ્પ્રિટનું સેવન કર્યું હતું. જેને ગંભીર અવસ્થામાં જ લખનઉ ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. જ્યા 6 લોકોના મોત થયા હતા.
જો કે સમગ્ર ઘટના બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છએ. સુત્રો અનુસાર તમામ લોકોનું મોત ઝેરીલા દારૂના કારણે થયું છે. પરંતુ કોઈ પણ કેમેરા સામે બોલવા તૈયાર નથી. તો બીજી તરફ આબકારી વિભાગે મોતનું કારણ ઠંડી બતાવી રહ્યાં છે.અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.
મૃતકોમાં 3 લોકોએ એક પ્રસંગમાં દારૂનું સેવન કર્યું હતું
મૃતકોમાં 3 લોકોએ પોતાના સંબંધીને ત્યા એક પ્રસંગમાં દારૂનું સેવન કર્યું હતું. જસંવારાના માતા પ્રસાદના પુત્ર અનિલ સાથે દારૂનું સેવન કર્યું હતું. માતા પ્રસાદનું મોત થયું છે જ્યારે તેમના દિકરા અનિલની લખનઉમાં સારવાર ચાલી રહી છે.
સુત્રો અનુસાર આબાકારી વિભાગ દ્વારા મૃતકોના પરિવારો પર દબાવ કરવામાં આવી રહ્યો છે. અને જો તે એવુ કહે છે કે ઠંડીના કારણે મોત થયું છે તો તેને પૈસા આપવામાં આવશે. બસ ત્યાર થી જ લોકોએ ઠંડીના કારણે મોત થયું હોવાનું જણાવી રહ્યાં છે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર