બપ્પી લહેરી પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

બપ્પી લહેરી પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
બપ્પી લહેરી કોરોના પોઝિટિવ

સિંગર અને કોમ્પોઝર બપ્પી લહેરી કોરોના પોઝિટિવ થયા બાદ તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમનાં સ્પોક પર્સન દ્વારા આ ન્યૂઝ કન્ફર્મ કરવામાં આવ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર અને કોમ્પોઝર બપ્પી લહેરી કોરોનાની ચપેટમાં આવીગયા છે. તેમનાં સ્પોક પર્સન દ્વારા આ સમાચાર કન્ફર્મ કરવામાં આવ્યાં છે. તેઓ હાલમાં મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેઓ ડોક્ટર્સનાં ઓબઝર્વેશન હેઠળ છે. બપ્પી દા તેમનાં સોના પ્રત્યેનાં પ્રેમને કારણે જગજાહેર છે. તેથી તેઓ ગોલ્ડ મેન પણ કહેવાય છે.

  બપ્પી દાનાં સ્પોક પર્સનનાં જણાવ્યાં મુજબ, 'ખુબ જ બધું ધ્યાન રાખવા છતા, દુર્ભાગ્યવશ બપ્પી લહેરી કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. તેઓ હાલમાં મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારી દેખરેખ હેઠળ છે. બપ્પી દાએ કહ્યું છે કે તેમનાં સંપર્કમાં છેલ્લા થોડા દિવસોમાં આવેલાં તમામ લોકો પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે. '  તેમણે તેમનાં ફેન્સ, મિત્રો અને પરિવારજનોને આશીર્વાદ અને તેમનાં માટે પ્રાર્થના કરવા કહ્યુ છે. આ મેસેજ અમે બપ્પી દા તરફથી જ જાહેર કરી રહ્યાં છે. તેમને તેમનાં ફેન્સને જણાવ્યું છે કે, તેઓ તમામ હેલ્ધી રહે અને કોરોના ગાઇડલાઇન ફોલો કરે. '
  Published by:Margi Pandya
  First published:April 01, 2021, 10:30 am

  ટૉપ ન્યૂઝ