Budget પહેલા જરૂરી કામ કરી લો, આ કારણે ફેબ્રુઆરીમાં 3 દિવસ બેંક બંધ રહેશે!

Budget પહેલા જરૂરી કામ કરી લો, આ કારણે ફેબ્રુઆરીમાં 3 દિવસ બેંક બંધ રહેશે!
પ્રતિકાત્મક તસવીર

આ વખતની બેંક હડતાલ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

  • Share this:
    1 ફેબ્રુઆરીના રોજ બજેટ (Budget) રજૂ થવાનું છે. અને તેના એક દિવસ પહેલા અને એક દિવસ પછી કુલ 3 દિવસ માટે બેંક બંધ (Bank Closed) છે. તેવામાં જો તમારે કોઇ બેંકને લગતું જરૂરી કામ છે તો તેને આજે કે પછી 31 જાન્યુઆરી પહેલા જ પૂરું કરી લો. Indian Bank Association (IBA)ની સાથે વેતનની માંગણી પૂરી ન થવાના કારણે બેંક યુનિયને 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી બે દિવસ સમગ્ર દેશમાં હડતાલની જાહેરાત કરી છે. સાથે જ 2 ફેબ્રુઆરીએ રવિવાર પણ આવે છે. આમ સતત 3 દિવસ બેંક બંધ રહેશે.

    આ મહિનામાં બીજી વાર બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ પહેલા 8 જાન્યુઆરીએ પણ બેંકના કર્મચારીઓ ભારત બંધની જાહેરાત કરી બેંક હડતાલ કરી હતી. આ વખતની બેંક હડતાલ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કારણ કે બેંકની આ હડતાલ વખતે બજેટ પણ રજૂ થવાનું છે. 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.



    ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ મહિનાનો પહેલો શનિવાર પણ છે. વળી હડતાલના કારણે બેંકો બંધ રહેવાની સંભાવના વધુ છે. United Forum Of Bank Unions (UFBU) કહ્યું કે Indian Bank Association (IBA)ના વેતનમાં 12.5 ટકા વધારાનો પ્રસ્તાવ હતો. જેને મંજૂર કરવામાં નથી આવ્યો. જો કે આ જ કારણે દેશભરના કર્મચારીઓ હડતાલ પર છે. બેંક યુનિયન પગારમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો માંગી રહ્યું છે.

    સાથે જ સપ્તાહના 5 દિવસ જ કામ કરવાની માંગ છે. આ સિવાય બેસિક પે સ્પેશ્યલ પગારને જોડી, પેંશનનું અપડેશન, ફેમીલી પેંશનમાં સુધારો, કામ કરવાની સમય સીમા નિર્ધારીત કરો તેવી માંગણીઓ પણ રાખવામાં આવી છે.
    Published by:Chaitali Shukla
    First published:January 20, 2020, 13:53 pm

    ટૉપ ન્યૂઝ